રાહુલની મોટી જાહેરાત, સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને રદ્દ કરશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, નીતિ આયોગે માત્ર વડાપ્રધાન મોદીનો પ્રચાર કર્યો છે

રાહુલની મોટી જાહેરાત, સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને રદ્દ કરશે

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધારે એક મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને ખતમ કરી દેશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, જો ચૂંટણી બાદ સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને ખતમ કરશે. આ પંચે વડાપ્રધાન મોદી માટે માર્કેટિંગ પ્રેઝન્ટેશન બનાવવા અને આંકડામાં હેરફેર કરવા ઉપરાંત કોઇ પણ કામ નથી કર્યું. 

રાહુલ ગાંધીએ એક ટ્વીટર પર લખ્યું કે, સત્તામાં પરત ફરવા અંગે નીતિ પંચનું સ્થાન ખુબ જ નાનુ પ્લાનિંગ કમિશન લઇને આવશે. આ પંચના સભ્યો દેશનાં મોટા અર્થશાસ્ત્રીઓ અને જાણકાર હશે. આ પંચમાં 100 લોકોથી પણ ઓછા લોકોનો સ્ટાફ હશે. 

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના ન્યાય યોજનાની જાહેરાત બાદ નીતિ આયોગનાં વાઇસ ચેરમેન રાજીવ કુમારે આ યોજનાનાં વિરોધમાં નિવેદન આપ્યું હતું. રાજીવ કુમારે કહ્યું હતું કે, કોઇ સ્કીમ લાગુ કરવામાં આવે તો તેમાં દેશની અર્થવ્યવસ્થા પર ખુબ જ ખરાબ અસર પડશે. રાજીવ કુમારના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી પંચને તેની ફરિયાદ કરી હતી. 

We will replace it with a lean Planning Commission whose members will be renowned economists & experts with less than 100 staff.

— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2019

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ દિવસોમાં જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. તેઓ વડાપ્રધાન મોદી પર હુમલો કરવામાં કોઇ પણ તક ક્યારે પણ છોડતું નથી. શુક્રવારે હરિયાણાના કરનાલમાં રોડ શો બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી સામાન્ય લોકો પાસેથી પૈસા લઇને અંબાણી અને મેહુલ ચોક્સી જેવા વેપારીઓને આપે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news