હવે જો સિલિન્ડરમાં સમય પહેલા જ ગેસ પૂરો થઈ ગયો તો LPG એજન્સીનું આવી બન્યું સમજો....

LPG સિલિન્ડરમાં નિર્ધારિત ગેસ કરતા ઓછો હોવાની ફરિયાદ મળતી હોય છે. જો કે આ મામલે ફરિયાદ કરવા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી LPG એજન્સી સંચાલક કે પછી ડિલિવરીમેન (Delivery Man) પર થતી નથી. જો કે હવે ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે ગ્રાહક ફોરમ (Consumer Forum) માં ગેસ સિલિન્ડરનો ગેસ સમય પહેલા ખતમ થાય તો ફરિયાદ કરી શકશો. કેન્દ્ર સરકારે ગ્રાહક સંરક્ષણ એક્ટ 2019માં સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ પણ ગેસ વિતરક ગ્રાહકોના અધિકારની લૂંટ ચલાવે તો તેના પર કડક કાર્યવાહી કરવી પડશે. 
હવે જો સિલિન્ડરમાં સમય પહેલા જ ગેસ પૂરો થઈ ગયો તો LPG એજન્સીનું આવી બન્યું સમજો....

નવી દિલ્હી: LPG સિલિન્ડરમાં નિર્ધારિત ગેસ કરતા ઓછો હોવાની ફરિયાદ મળતી હોય છે. જો કે આ મામલે ફરિયાદ કરવા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી LPG એજન્સી સંચાલક કે પછી ડિલિવરીમેન (Delivery Man) પર થતી નથી. જો કે હવે ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે ગ્રાહક ફોરમ (Consumer Forum) માં ગેસ સિલિન્ડરનો ગેસ સમય પહેલા ખતમ થાય તો ફરિયાદ કરી શકશો. કેન્દ્ર સરકારે ગ્રાહક સંરક્ષણ એક્ટ 2019માં સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ પણ ગેસ વિતરક ગ્રાહકોના અધિકારની લૂંટ ચલાવે તો તેના પર કડક કાર્યવાહી કરવી પડશે. 

એક મહિનામાં લેવાશે નિર્ણય
નવા કાયદા મુજબ હવે જો LPG સિલિન્ડર સમય પહેલા સમાપ્ત થવાની ફરિયાદ ગેસ એજન્સીને કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થાય તો તમે સીધા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી શકો છો. એક મહિનાની અંદર તમારી તમારી ફરિયાદને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરાશે. 

રદ થઈ શકે છે એજન્સીની લાઈસન્સ
ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019 લાગુ થયા બાદ હવે જો ગ્રાહકોને ઓછો એલપીજી મળશે, તો એલપીજી વિતરક પર કાર્યવાહી તો થશે જ પણ સાથે સાથે તેનું લાઈસન્સ પણ રદ થઈ શકે છે. 

જુઓ LIVE TV

ગ્રાહકો વજન ચેક કરતા નથી
મોટાભાગના ગ્રાહકો એલપીજી સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે વજન ચેક કરતા નથી. એલપીજીની ડિલિવરી કરનાર વ્યક્તિ સપ્લાય કરતી વખતે પોતાની સાથે વજન તોલવાનું મશીન રાખતા નથી. જો કોઈ ગ્રાહક સિલિન્ડર તોલવાનું દબાણ કરે તો ત્યારે જ મશીન કાઢીને વજન માપવામાં આવતું હોય છે. આ રીતે જોવામાં આવે તો દરરોજ હજારો ગ્રાહકોના ઘરે વજન કર્યા ગર જ  એલપીજી સિલિન્ડર કોઈ રોકટોક વગર પહોંચી જતા હોય છે. પરંતુ નવા કાયદાથી આ પ્રકારે એલપીજીના કાઢવા પર અંકૂશ લાગશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news