‘હિમ્મત હોય તો કોંગ્રેસ પ્રધાનમંત્રી પદ માટે રાહુલ ગાંધીનું નામ જાહેર કરે’

પત્રકારોની સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે જો દ્રમુક કહે છે કે ચૂંટણી પછી પ્રધાનમંત્રીનું નામ નક્કી થશે તો આ એક રાજકીય નાટક હશે.

‘હિમ્મત હોય તો કોંગ્રેસ પ્રધાનમંત્રી પદ માટે રાહુલ ગાંધીનું નામ જાહેર કરે’

કોયંબતૂર: અન્નાદ્રમુક (AIADMK)ના વરિષ્ઠ નેતા અને લોકસભા ઉપાધ્યક્ષ એમ થંબીદુરઇએ સોમવારે દાવો કર્યો હતો કે દ્રમુકને ભાજપ સાથે તાલમેલ છે. એવામાં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ તેમના ગઠબંધનના પ્રધાનમંત્રી પ્રત્યાશીના રૂપમાં જાહેર કરવા માટે તૈયાર નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, શું દ્રમુક લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાધીનું નામ પ્રધાનમંત્રી પ્રત્યાશીના રૂપમાં જાહેર કરવા માટે તૈયાર છે? દ્રમુક રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પ્રત્યાશીના રૂપમાં નામ જાહેર કરવા માટે તૈયાર નથી કેમ કે તેમની તાલમેલ ભાજપની સાથે છે.

અહીંયા પત્રકારોની સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે જો દ્રમુક કહે છે કે ચૂંટણી પછી પ્રધાનમંત્રીનું નામ નક્કી થશે તો આ એક રાજકીય નાટક હશે.

 

કોંગ્રેસે PM પદ માટે રાહુલનું નામ આપવાનો કર્યો ઇનકાર
કોગ્રેસે ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી પ્રધાનમંત્રી પદ માટે રાહુલ ગાંધીના નામ પર સત્તાવાર સહી કરશે નહીં. પક્ષના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું કે કૉંગ્રેસે ક્યારેય 'સત્તાવાર રીતે' નથી કીધું કે જો વિપક્ષી ગઠબંધન આગામી સરકાર રચશે તો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી હોવા જોઈએ.

તેમણે કહ્યું કે કોંગ્રેસનું ધ્યાન ભાજપની સરકાર હટાવવા અને ‘પ્રગતિશીલ’ વિકલ્પને પસંદ કરવોનો છે. આવતા વર્ષે યોજાવનાર લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન જીતવા પર પ્રધાનમંત્રી કોણ હશે, તેનો નિર્ણય તેના ઘટકો કરશે.

તેમણે ન્યૂઝ 18 તામિલ ટીવી ચેનલને જણાવ્યું હતુ કે, ‘કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર રીતે નથી કહ્યું કે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવામાં આવે. જ્યારે એક અથવા બે લોકો આ વિષય પર બોલે છે તો એઆઇસીસી નેતૃત્વ તેમના આ મુદ્દા પર ચર્ચા કરવાની ના પાડે છે.’

 

ભાજપને હટાવવાનું અમારુ લક્ષ્ય: ચિદમ્બરમ
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી પદનો કોઇ મુદ્દો નથી. પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસનું મખ્યુ લક્ષ્ય ભાજપ સરકારને હટાવવાનું અને તેમની જગ્યાએ પ્રગતિશીલ વિકલ્પ પસંદ કરવાનું છે. ‘અમે એવી સરકાર ઇચ્છીએ છે કે જે લોકોની સ્વતંત્રતા ના છીનવે, એવી સરકાર જે નાગરીકોને ન ડરાવે, એવી સરકાર જે વ્યાપારીઓ અને ઉદ્યમીઓ પર ટેક્સ આતંકવાદ ન થોપે.’

મહિલાઓ અને બાળકોની સ્વતંત્રતા તે સરકારના પ્રમુખ મુદ્દો હોવો જોઇએ, જો તે સુનિશ્ચિત કરે કે ખેડુતોની આજીવિકા ન છીનવાય, તેમણે કહ્યું કે, ‘આ અમારી મંશા છે. કોંગ્રેસ પાર્ટીએ આ ક્યારે કહ્યું નથી કે પ્રધાનમંત્રી પાર્ટીમાંથી જ હોય. રાહુલ ગાંધીએ ક્યારે આ કહ્યું નથી. એક ગઠબંધને આકાર લેવો જોઇએ, તેને જીતવું જોઇએ અને ગઠબંધનના ઘટક નક્કી કરશે કે પ્રધાનમંત્રી કોન બનશે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news