Blast In Delhi: દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક IED બ્લાસ્ટ, 4થી 5 કાર ક્ષતિગ્રસ્ત
દિલ્હીના ઈઝરાઈલ દૂતાવાસ બહાર IED બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 4થી 5 કાર ક્ષતિગ્રસ્ત થઈ છે. જ્યારે આ મામલે તપાસ કરાવ દિલ્હી પોલીસ તેમજ સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા કિસાન આંદોલન (Farmers Poroste) અને ભારે ભીડ વચ્ચે દિલ્હીમાં બ્લાસ્ટના (Blast in Delhi) સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર દિલ્હીમાં સ્થિત ઈઝરાઈલ દૂતાવાસ (Embassy of Israel) નજીક IED બ્લાસ્ટ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બ્લાસ્ટમાં 4થી 5 કાર ક્ષતિગ્રસ્ત થઈ છે. જ્યારે આ મામલે તપાસ કરાવ દિલ્હી પોલીસ તેમજ સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. જો કે, આ બ્લાસ્ટમાં કોઈ જાનહાની થયાના હજુ સુધી સમાચાર મળ્યા નથી.
A low-intensity explosion happened near the Israel Embassy in Delhi, nature of explosion being ascertained. Some broken glasses at spot. No injuries reported; further investigation underway pic.twitter.com/xqIllrCZOQ
— ANI (@ANI) January 29, 2021
જ્યાં આ બ્લાસ્ટ થયો છે તે જગ્યા વિજય ચોકથી (Vijay Chowk) માત્ર દોઢ કિલોમીટર દૂર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, વિજય ચોક પર આ સમયે બીટિંગ રીટ્રીટ (Beating the Retreat) ચાલી રહ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપિત રામનાથ કોવિંદ (Ramnath Kovind) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત ઘણા મહાનુભાવો હાજર છે. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ હાજર છે. જો કે, આ IED બ્લાસ્ટ છે કે, અન્ય તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. સ્થળ પર ફોરેન્સિક ટીમ પણ હાજર છે.
#WATCH | Delhi Police team near the Israel Embassy where a low-intensity explosion happened.
Nature of explosion being ascertained. Some broken glasses at the spot. No injuries reported; further investigation underway pic.twitter.com/RphSggzeOa
— ANI (@ANI) January 29, 2021
ઘટના સ્થળ પર ફાયર બ્રેગેટની ત્રણ ગાડીઓ પહોંચી ગઈ છે. બ્લાસ્ટને લઇને દિલ્હીના ફાયર વિભાગનું કહેવું છે કે, બ્લાસ્ટનો અવાજ આવ્યો આ બોમ્બ બ્લાસ્ટ છે કે, અન્ય કંઇક તેની તપાસ ચાલી રહી છે. ફાયર વિભાગને બોમ્બ બ્લાસ્ટની જાણકારી મળી હતી. બ્લાસ્ટ ઈઝરાઈલ દૂતાવાસથી 150 મીટર દૂર થયો છે. દિલ્હી પોલીસના અધિકારી પણ ઘટના સ્થળ પર હાજર છે. તમને જણાવી દઈએ કે, દૂતાવાસ ડો. એપીજે અબ્દૂલ કલામ રોડ પર સ્થિત છે.
તમને જણાવી દઇએ કે, ભારત અને ઈઝરાઈલ આજે તેમના રાજકીય સંબંધોના 29 વર્ષ પુરા થયાની ઉજવણી કરી રહ્યા છે. ભારતમાં ઈઝરાઈલના દૂતાવાસે તેને લઇને ટ્વિટ કર્યું છે, ઈઝરાઈલના દૂતાવાસના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, જ્યારે અમે આપણી ભાગીદારીની વર્ષગાંઠ ઉજવીએ છીએ, ચાલો ગયા વર્ષના મહત્વપૂર્ણ ક્ષણો પર એક નજર કરીએ જેણે આપણા સંબંધોને પહેલા કરતા વધુ મજબૂત બનાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે