ICMR Study: રસી લીધા પછી પણ જો કોરોના થઈ જાય તો શું અસર થશે? ખાસ જાણો જવાબ

ભુવનેશ્વરમાં કરાયેલા આ સ્ટડીમાં 361 સેમ્પલની તપાસ હાથ ધરાઈ. જેમાંથી 274 સેમ્પલ એવા લોકોના હતા જેમને રસીના બંને ડોઝ મળી ચૂક્યા હતા અને તેમને 14 દિવસ બાદ કોરોના વાયરસનો ચેપ લાગ્યો.

ICMR Study: રસી લીધા પછી પણ જો કોરોના થઈ જાય તો શું અસર થશે? ખાસ જાણો જવાબ

નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ની ઓડિશા બ્રાન્ચમાં બ્રેકથ્રુ ઈન્ફેક્શન પર એક સ્ટડી કરવામાં આવ્યો છે. તેનો હેતુ જો કોરોના રસી (Corona Vaccine) લીધા બાદ કોઈ વ્યક્તિ કોવિડ-19 (Covid-19) થી સંક્રિત થાય તો તેના પર વાયરસની કેવી અને કેટલી અસર થશે તે માહિતી મેળવવાનો હતો. 

361 સેમ્પલની થઈ તપાસ
ભુવનેશ્વરમાં કરાયેલા આ સ્ટડીમાં 361 સેમ્પલની તપાસ હાથ ધરાઈ. જેમાંથી 274 સેમ્પલ એવા લોકોના હતા જેમને રસીના બંને ડોઝ મળી ચૂક્યા હતા અને તેમને 14 દિવસ બાદ કોરોના વાયરસનો ચેપ લાગ્યો. આ 274 લોકોમાંથી 35 લોકોએ કોવેક્સીન લીધી હતી અને અન્ય 239 લોકોએ કોવિશીલ્ડ રસી લીધી હતી. આ ઉપરાંત 83% થી વધુ લોકોમાં કોરોનાના લક્ષણ મળી આવ્યા હતા. જ્યારે 14% લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા નહતા. 

હોટલરૂમ બૂક કરાવતા પહેલા આ વિગતો ખાસ વાંચો...ટેબલ પર પડેલા ગ્લાસ વિશે જાણશો તો ચક્કર ખાઈ જશો

કોવિશીલ્ડથી વધુ એન્ટીબોડી બની
સ્ટડીમાં જે અન્ય માહિતી સામે આવી તે મુજબ  9% લોકોને હોસ્પિટલ જવાની જરૂર પડી હતી. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. 1 માર્ચથી 10 જૂન વચ્ચે કરાયેલા આ સ્ટડીમાં સૌથી મહત્વની જે વાત જાણવા મળી તે એ હતી કે 258 લોકોમાં એટલે 94% લોકોમાં એન્ટીબોડી બની હતી. જે લોકોએ કોવિશીલ્ડ (Covishield) લીધી હતી તેમનામાં એન્ટીબોડી 96.7% ટકા હતી જ્યારે જે લોકોએ કોવેક્સીન (Covaxin) લીધી હતી તેમનામાં 77% એન્ટીબોડી બની હતી. જે લોકોને કોરોના વાયરસનું ઈન્ફેક્શન થયું તેમની સરેરાશ ઉંમર 47 વર્ષ હતી. જો કે રસી બાદ કોરોના થાય તો જોખમ ખુબ ઓછું રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news