ઓમીક્રોન વેરિએન્ટ વિરુદ્ધ કેટલી અસરકારક છે કોવેક્સીન અને કોવિશીલ્ડ, જાણો એક્સપર્ટનો જવાબ
સાઉથ આફ્રિકામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમીક્રોન સામે આવ્યા બાદ વિસ્વભરમાં ઘણા દેશ એલર્ટ થઈ ગયા છે. અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય ઉડાનોના નિયમોમાં ફેરફાર કર્યો છે. દક્ષિણ આફ્રિકા જતી અને આવતી તમામ ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવો વેરિએન્ટ ઓમીક્રોન સામે આવ્યાબાદ વિશ્વભરમાં તે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ સમયે ઉપલબ્ધ વેક્સીન ઓમીક્રોન વિરુદ્ધ કેટલી અસરકારક છે. ઓમીક્રોનને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા પહેલા કરી ચુકી છે કે આ વાયરસના અન્ય વેરિએન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના મુકાબલે વધુ સંક્રામક અને ખતરનાક છે. આઈસીએમઆરના મહામારી વિજ્ઞાન અને સંચાર રોગ વિભાગના પ્રમુખ ડો. સમીરન પાંડાએ જણાવ્યુ કે, ઓમીક્રોન વિરુદ્ધ લડવામાં ભારતમાં લાગતી કોવેક્સીન અને કોવિશીલ્ડ કેટલી અસરકારક છે.
સાઉથ આફ્રિકામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમીક્રોન સામે આવ્યા બાદ વિસ્વભરમાં ઘણા દેશ એલર્ટ થઈ ગયા છે. અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય ઉડાનોના નિયમોમાં ફેરફાર કર્યો છે. દક્ષિણ આફ્રિકા જતી અને આવતી તમામ ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે. શનિવારે પ્રધાનમંત્રી મોદીએ પણ આ વેરિએન્ટના ખતરાને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લીધેલા નિર્ણયની ફરી સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.
હજુ કંઈ કહેવું મુશ્કેલઃ આઈએમસીઆર
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મહામારી વિજ્ઞાન અને સંચાર વિભાગના પ્રમુખ ડો. સમીરન પાંડાએ કહ્યુ કે, હજુ તે કહેવું મુશ્કેલ છે કે કોરોના વાયરસ વિરુદ્ધ રસી ઓમીક્રોન વિરુદ્ધ અસરકારક થઈ શકે કે નહીં. પાંડાએ કહ્યુ- એમઆરએનએ રસી સ્પાઇક પ્રોટીન અને રિસેપ્ટર ઇન્ટરેક્શનથી પ્રેરિત બનાવવામાં આવી છે. કારણ કે આ રસીને કોરોના વાયરસના તત્કાલીન વેરિએન્ટને જોતા બનાવવામાં આવી છે. ઓમીક્રોન કોરોના વાયરસનો નવો વેરિએન્ટ છે, તેથી હજુ તેના પર કહેવું મુશ્કેલ છે.
ઓમીક્રોન પર WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓમીક્રોન વેરિએન્ટને વધુ સંક્રામક શ્રેણીમાં રાખ્યો છે. પરંતુ આ વેરિએન્ટ વિશે વધુ જાણકારી નથી. પરંતુ રિપોર્ટોમાં કહેવામાં આવ્યું છે કે આ કોરોના વાયરસના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મુકાબલે વધુ સંક્રામક છે.
ડો. પાંડાએ કહ્યુ કે, વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી ઓમીક્રોનમાં સંરચનાત્મક પરિવર્તન જોયા છે. પરંતુ તેની પુષ્ટિ કરવા માટે આ વેરિએન્ટ પર વધુ અભ્યાસની જરૂર છે. પાંડાએ કહ્યુ- આ નવા વેરિએન્ટમાં સંરચાનત્મક પરિવર્તન જોવામાં આવ્યા છે, જે લોકોમાં વધુ ઝડપથી ફેલાય રહ્યો છે કે નહીં, તેના પર વધુ તપાસની જરૂર છે. ડબ્લ્યૂએચઓએ તે વાતની તપાસ કરી છે કે શું સંક્રમણ થઈ રહ્યું છે કે આ નવા વેરિએન્ટના પ્રભાવમાં આવી વધુ મોત થઈ રહ્યાં છે. આ રિપોર્ટોના આધાર પર વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને ચિંતાગ્રસ્ત શ્રેણીમાં રાખ્યો છે.
પરંતુ રાહતની વાત છે કે ભારતમાં અત્યાર સુધી આ નવા વેરિએન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી. તેમ છતાં કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ રહેવાનો આગ્રહ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે