Opinion Poll: આ રાજ્યોમાં ભાજપને થઈ શકે છે ફાયદો, જાણો પ.બંગાળના મતદારોને CM તરીકે કોણ છે પસંદ 

IANS-C Voter ઓપિનિયન  પોલ: આસામમાં સીએમ સોનોવાલ (Sarbananda Sonowal) ને સર્વેમાં 43.3 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ 26.4 ટકા સાથે બીજા સ્થાને છે.

Opinion Poll: આ રાજ્યોમાં ભાજપને થઈ શકે છે ફાયદો, જાણો પ.બંગાળના મતદારોને CM તરીકે કોણ છે પસંદ 

નવી દિલ્હી: મમતા બેનરજી (Mamata Banerjee) , સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal) , અને પિનારયી વિજયન પોત પોતાના રાજ્યમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ બાજુ તામિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામી ડીએમકેના એમ કે સ્ટાલિનના મુકાબલે રેસમાં ખુબ પાછળ જોવા મળી રહ્યા છે. જ્યારે એન રંગાસ્વામી પુડ્ડુચેરીના મુખ્યમંત્રી પદની દોડમાં નવા ખેલાડી બનીને ઉભરતા જોવા મળી રહ્યા છે. 

IANS-C Voter ઓપિનિયન  પોલ
IANS-C Voter ઓપિનિયન પોલ વેવ-2માં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) 54.5 ટકાથી વધુ ઉત્તરદાતાઓના સમર્થન સાથે ખુબ આગળ છે. તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ 24.6 ટકા મત સાથે બીજા ક્રમે છે. 

આસામમાં સોનોવાલ પહેલી પસંદ જોવા મળ્યા
એજ રીતે આસામમાં સીએમ સોનોવાલ (Sarbananda Sonowal) ને સર્વેમાં 43.3 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ 26.4 ટકા સાથે બીજા સ્થાને છે. ગૌરવ આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર છે. તરુણ ગોગોઈનું હાલમાં જ નિધન થયું હતું. 

કેરળમાં વિજયન પણ કરી શકે છે વાપસી
સર્વે મુજબ કેરળના મુખ્યમંત્રી પિનારયી વિજયન (Pinarayi Vijayan) વધુ એક જીત નોંધાવી શકે છે. રાજ્યના 38.5 ટકા ઉત્તરદાતાઓએ સર્વેમાં તેમનું સમર્થન કર્યું છે. જ્યારે 27 ટકા સાથે કોંગ્રેસના ઓમન ચાંડી આ રેસમાં બીજા સ્થાને છે. 

તામિલનાડુમાં પલાનીસ્વામીને મુશ્કેલી
આ બાજુ તામિલનાડુમાં છેલ્લા ઘણા સમયથી સીએમ બનવાની રાહ જોઈ રહેલા ડીએમકેના એમ કે સ્ટાલિનને પોતાનું સપનું આ વખતે પૂરું થતું જોવા મળી રહ્યું છે. સર્વેમાં રાજ્યના 39.4 ટકા ઉત્તરદાતાઓએ તેમના સીએમ બનાવવાને સમર્થન કર્યું છે. જ્યારે હાલના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામીને 32.1 ટકા લોકોએ ફરીથી મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. તામિલનાડુમાં શશિકલા, કમલ હસન અને રજનીકાંત સીએમ પદ માટે લોકોની લોકપ્રિયતામાં જગ્યા બનાવતા જોવા મળી રહ્યા નથી. 

પુડ્ડુચેરીમાં રંગાસ્વામી રેસમાં આગળ
સૌથી મોટો ઉલટફેર આ પુડ્ડુચેરીમાં જોવા મળી રહ્યો છે. ત્યાં ભાજપ અને AIADMK તરફથી સમર્થિત એન.રંગાસ્વામીને 45.8 ટકા ઉત્તરદાતાઓએ મુખ્યમંત્રી તરીકે સમર્થન આપ્યું છે. જ્યારે સીએમ પદેથી રાજીનામું આપી દેનારા કોંગ્રેસના કે વી નારાયણસામીને ફક્ત 38.2 ટકા લોકોએ સમર્થન આપ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news