હૈમર મિસાઇલોથી સજ્જ હશે રાફેલ વિમાન, પલકારામાં જ નષ્ટ કરી દેશે બંકર
આ વિમાનોમાં લાગેલી હૈમર (Highly Agile Modular Munition Extended Range) મિસાઇલ મીડિયમ રેંજની મિસાઇલ છે. જેને ફ્રાંસની વાયુસેના અને નેવી માટે બનાવવામાં આવી હતી. આ મિસાઇલ આકાશમાંથી જમીન પર વાત કરે છે.
Trending Photos
નવી દિલ્હી: હિંદુસ્તાનના દુશ્મનો માટે એક ડરામણા સમાચાર આવ્યા છે. ફ્રાંસ તરફથી આપૂર્તિ કર્યા બાદ રાફેલ (Rafale) લડાકૂ વિમાન આ મહિનાના અંત સુધી અંબાલાના એરબેસ પર તૈનાત થઇ જશે. આ ખતરનાક રાફેલ લડાકૂ વિમાન પર ભારતીય વાયુસેના (IAF) હૈમર મિસાઇલ લગાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ વિમાન ખતરનાક લડાકૂ ક્ષમતાથી સજ્જ થઇ જશે અને તેનો સામનો કરવો દુશ્મનો માટે ખૂબ મુશ્કેલ થઇ જશે.
આ વિમાનોમાં લાગેલી હૈમર (Highly Agile Modular Munition Extended Range) મિસાઇલ મીડિયમ રેંજની મિસાઇલ છે. જેને ફ્રાંસની વાયુસેના અને નેવી માટે બનાવવામાં આવી હતી. આ મિસાઇલ આકાશમાંથી જમીન પર વાત કરે છે. આ મિસાઇલની મોટી ખાસિયત એ છે કે મજબૂતથી મજબૂત શેલ્ટર અને બંકરોને પણ નષ્ટ કરી શકે છે. હૈમર મિસાઇલથી 60 થી 70 કિલોમીટર રેંજ સુધી પણ ટાર્ગેટને તબાહ કરી શકાય છે. આ ખાસિયતોના કારણે તે લદ્દાખની ચોટીઓ અને ઘાટીઓમાં બનેલા બંકરોમાં છુપાઇને બેઠેલા દુશ્મનો માટે મિસાઇલો કાળ બની શકે છે.
લગભગ ત્રણ મીટર લાંબી અને 330 કિલો વજન અને મિસાઇલ ઉંચી અને પહાડી યુદ્ધ ક્ષેત્રમાં 60 કિલોમીટરના અંતર સુધી ટાર્ગેટ કરી શકે છે. જ્યારે ઓછી ઉંચાઇવાળી જગ્યાઓ પર 15 કિલોમીટરના અંતર સુધી કરી શકે છે. જીપીસ અને ઇંફ્રારેડ ટેક્નોલોજીથી સજ્જ આ મિસાઇલ દિવસ અને રાત દરમિયાન તમામ વાતાવરણમાં કામ કરી શકે છે. તેમાં વર્ટિકલ સ્ટ્રાઇલ ક્ષમતા છે. એક રાફેલ વિમાનને એવી છ મિસાઇલોથી સજ્જ કરવામાં આવી શકે છે.
હૈમર મિસાઇલ ઉપરાંત રાફેલ વિમાનોમાં વધુ બે ધાતક હથિયારો લગાવવામાં આવી રહ્યા છે. તેમાં એક Meteor મિસાઇલ છે અને બીજી Scalp Cruise મિસાઇલ છે. આ બંને મિસાઇલો પણ હવામાંથી જમીન પર હુમલો કરી શકે છે. આ ત્રણેય મિસાઇલોમાંથી કઇ વધુ ખતરનાક છે, તેને સમજવું ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો માટે ખૂબ મુશ્કેલ હોય શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે