વાયુસેનાનું મોટુ નિવેદન, પાકિસ્તાન સામે કોઇ પણ પ્રકારના ખતરાને ખાળવા અમે તૈયાર

આઇએએફએ એક નિવેદનમાં કહ્યું કે, હાલના સુરક્ષા પરિદ્રશ્યમાં કોઇ પણ ખતરાની આશંકાને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેનાની તૈયારીઓ ઉચ્ચ સ્તરની છે

વાયુસેનાનું મોટુ નિવેદન, પાકિસ્તાન સામે કોઇ પણ પ્રકારના ખતરાને ખાળવા અમે તૈયાર

નવી દિલ્હી : ભારતીય વાયુસેના (આઇએએફ)એ ગુરૂવારે કહ્યું કે, પાકિસ્તાન પાસે કોઇ પણ પ્રકારનાં ખતરાને પહોંચી વળવા માટે આપણી સેના તૈયાર છે. પાકિસ્તાનનાં નાગરિક ઉડ્યનનાં એક દસ્તાવેજનાં હવાલાથી આઇએએફએ કહ્યું કે, પાડોશી દેશે ન માત્ર ઓમાન, અફઘાનિસ્તાન અને ચીન સાથે પોતાનાં હવાઇ ક્ષેત્રને ખોલ્યું છે અને ભારત- પાકિસ્તાન હવાઇ ક્ષેત્ર પાસે આવેલ 11 પ્રવેશ અને નિકાસ બિંદુંઓ હજી પણ બંધ છે. 

ભારતીય વાયુસેનાની તૈયારી ઉચ્ચ સ્તરની છે.
આઇએએફએ એક નિવેદનમાં કહ્યું કે, હાલની સુરક્ષા પરિદ્રશ્યમાં કોઇ પણ ખતરાની આશંકાને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેનાની તૈયારીઓ ઉચ્ચ સ્તરની છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન વાયુસેનાની આક્રમકતાનાં કોઇ પણ કૃત્યની માહિતી મેળવવા અને તેને નિષ્ફલ કરવા માટે આકાશમાં કડક નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભારતની પશ્ચિમી સીમા નજીક તમામ આઇએએફ મથકો પર મહત્તમ સતર્કતા વરતવામાં આવી રહી છે. 

ભારતીય વિમાનોએ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી
પાકિસ્તાનમાં બાલકોટની નજીક આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર ભારતીય ફાઇટર જેટ દ્વારા 26 ફેબ્રુઆરીએ બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી બંન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news