3 વર્ષના બાળકને આપવામાં આવી વિશ્વની સૌથી મોંઘી દવા, 65 હજાર લોકોએ આપ્યું દાન
આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે પોતાના બાળકનું જીવન બચાવવા માટે ફંડ ભેગુ કરવા માટે અભિયાન ચલાવ્યું જેમાં તેમના મિત્રો અને પરિવારજનોએ સહાયતા કરી હતી. સારવાર માટે તેણે ત્રણ મહિનામાં ફંડ ભેગુ કરી લીધું.
Trending Photos
હૈદરાબાદઃ તેલંગણાના (Telangana) ના 3 વર્ષના એક બાળકને જીન સંબંધિત એક દુર્લભ અને જીવલેણ બીમારી થવા પર લગભગ 65 હજાર લોકોએ સારવાર માટે ડોનેશન આપ્યું હતું. હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં અયાંશ ગુપ્તા નામના એક ત્રણ વર્ષના બાળકને વિશ્વની સૌથી મોંઘી દવા 'ઝોલગેંસમા' (zolgensma) આપવામાં આવી, જેને દાનના પૈસાથી અમેરિકાથી મંગાવવામાં આવી હતી.
'સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી'થી પીડિત છે બાળક
બાળક જ્યારે એક વર્ષનું હતું ત્યારે સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી (Spinal muscular atrophy) નામની બીમારી હોવાનું જાણવા મળ્યું. અયાંશના પિતા યોગેશ ગુપ્તા અહીં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમણે કહ્યું- આ એક અત્યંત દુર્લભ બીમારી છે જેમાં સ્નાયુઓમાં નબળાય આવી જાય છે. તેનાથી બાળક હાથ પગ હલાવી શકે નહીં, બેસી કે ઉભો થઈ શકે નહીં. ભોજન કરવામાં પણ સમસ્યા થાય છે.
Struggle of a lifetime and here we are! Yesterday, Ayaansh has been dosed for Zolgensma, the ₹16 Cr. drug we hve bn talkn abt all this while. He's stable & hopefully will improve from here. A big thank you to all our 65k donors for gvng a new life to my boy🙏 #savedayaanshgupta pic.twitter.com/jr58xwcEup
— AyaanshFightsSMA (@FightsSma) June 10, 2021
દવાના એક ડોઝની કિંમત 16 કરોડ
ગુપ્તાએ કહ્યું કે આ બીમારી જીવલેણ પણ છે અને ડોક્ટરોએ કહ્યું કે, તેમનું બાળક ત્રણ-ચાર વર્ષથી વધુ સમય જીવીત રહશે નહીં, તેથી સમય પર સારવારની જરૂર છે. દવાના એક ડોઝ માટે 16 કરોડ રૂપિયા ભેગા કરવા અસંભવ લાગ્યા પરંતુ બાદમાં બાળકના માતા-પિતાએ સોશિયલ મીડિયા પર અપીલ કરવાનો નિર્ણય લીધો હતો.
ફિલ્મ હસ્તિઓએ કર્યું દાન
આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે પોતાના બાળકનું જીવન બચાવવા માટે ફંડ ભેગુ કરવા માટે અભિયાન ચલાવ્યું જેમાં તેમના મિત્રો અને પરિવારજનોએ સહાયતા કરી હતી. સારવાર માટે તેણે ત્રણ મહિનામાં ફંડ ભેગુ કરી લીધું. વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, અનિલ કપૂર, અજય દેવગન અને ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ આગળ આવીને આ બાળકની મદદ કરી હતી.
65000 લોકોએ આપ્યું દાન
ગુપ્તાએ કહ્યું, લગભગ 65 હજાર લોકોએ દાન આપ્યું. 22 મેએ આ રકમ ભેગી થઈ હતી. પરિવારના એક મિત્રએ સાંસદનો સંપર્ક કર્યો જેમણે સંસદમાં દવાની કિંમતના મુદ્દાને ઉઠાવ્યો બાદમાં કેન્દ્ર સરકારે છ કરોડ રૂપિયાનો ટેક્સ માફ કર્યો. બાળકને ઇન્જેક્શન અપાયા બાદ પિતાએ આશા વ્યક્ત કરી છે કે તેની સ્થિતિમાં સુધાર થશે. તેમણે કહ્યું કે અયાંશને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને આગળ સારવાર ચાલતી રહેશે. તેમણે મદદ કરનાર 65 હજાર લોકોનો પણ આભાર માન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે