લોકસભા ચૂંટણી 2019 : મતદાન પૂર્વે રાજકીય પાર્ટીની ઓફિસમાં જઇ રહ્યા હતા 8 કરોડ રૂપિયા, પોલીસે કર્યા જપ્ત

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પહેલા તબક્કા માટે 11મી મતદાન થવાનું છે ત્યારે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. તેલંગાણા પોલીસે રાષ્ટ્રીય પાર્ટીની ઓફિસમાં લઇ જવાઇ રહેલા 8 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા છે.

લોકસભા ચૂંટણી 2019 : મતદાન પૂર્વે રાજકીય પાર્ટીની ઓફિસમાં જઇ રહ્યા હતા 8 કરોડ રૂપિયા, પોલીસે કર્યા જપ્ત

હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પહેલા ચરણથી પહેલા તેલંગાણા પોલીસે સોમવારના એક રાષ્ટ્રીય પાર્ટીથી જોડાયેલા 8 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે આ રકમ ચૂંટણી કમિશનના દિશા-નિર્દેશો તેમજ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર બેંકમાંથી કાઢવામાં આવ્યા છે. જોકે, રાષ્ટ્રીય પાર્ટીએ આરોપને નકારી કાઢી અને વળતો આરોપ લગાવ્યો છે કે આ સ્પષ્ટ પણે જરૂરીયાત કરાત વધારે કાર્યવાહી અને શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)નું રાજકીય ષડ્યંત્ર છે. પાર્ટીમાં પ્રદેશના મુખ્ય પ્રવક્તાએ કહ્યું, અમે આ વ્યવહારની ખૂબ નિંદા કરીએ છે. અમારી પાર્ટીએ કોઇ કાયદો તોડ્યો નથી અને ચૂંટણી કમિશનના કોઇ દિશા-નિર્દેશનું ઉલ્લંઘન કર્યું નથી.

જણાવી દઇએ કે આ પહેલા આયકર વિભાગે તમિલનાડુના વેલ્લોરની એક સિમેન્ટ ફેક્ટરીથી 11.53 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આયકર વિભાગે આ રમક 31 માર્ચે જપ્ત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ રૂપિયાનો ઉપયોગ ચૂંટણીમાં કરવાનો હતો. આ રોકડ રકમને બોરી અને ગાદલામાં ભરવામાં આવ્યા હતા. આ પહેલા ચૂંટણી કમિશને પણ લોકસભા ચૂંટણી કાર્યક્રર્મની જાહેરાત થયા બાદથી અત્યાર સુધીમાં જપ્ત કરેલી રોકડ વગેરની યાદી જાહેર કરી છે.

ચૂંટણી કમિશને જણાવ્યું કે, તે દરમિયાન અત્યાર સુધી શંકાસ્પદ રોકડ, ગેરકાયદે દારૂ અને નશીલા પદાર્થની દવાઓ જપ્ત કરવામાં આવી છે. જેની કિંમત લગભગ 1,460 કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. સત્તાવાર ડેટામાં 1 એપ્રિલે આ જાણકારી આપી હતી. ગુરરાજમાં સૌથી વધારે 509 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. હાલમાં ગુજરાતના દરિયા કિનારા પાસેથી 100 કિલોગ્રામ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો જેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા છે. આ રાજ્યમાં ચૂંટણીને લઇને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છતાં એક વખતમાં થયેલી સૌથી મોટી રોકડ જપ્તી છે.

ત્યારબાદ તમિલનાડુમાં લગભગ 208.55 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી જેના વિશે શંકા છે કે આ રોડક મતદાતાઓને લાલચ આપવા માટે લાવવામાં આવી હતી. આ આંકડા અન્ય મોટા રાજ્યો- આંધ્ર પ્રદેશમાં 158.61 કરોડ, પંજાબમાં 144.39 કરડ અને ઉત્તર પ્રદેશમાં 135.13 કરોડ રૂપિયા છે. ચૂંટણી કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે, એક એપ્રિલ સુધી કુલ 1460.02 કરોડના સામાનને જપ્ત કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news