સરહદના સિંહ: ભારતની કઈ બોર્ડર પર કયું દળ છે તૈનાત? જાણો કેવી રીતે જવાનો કરે છે દેશની સુરક્ષા
ભારતની સરહદની લંબાઈ તમે જાણતા હશો પરંતુ, શું તમે એ જાણો છો કે આ સરહદની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે? કેવી રીતે અલગ અલગ ફોર્સ અલગ અલગ રાજ્ય અને વિસ્તારમાં ભારતીય સરહદની સુરક્ષા કરે છે? તો આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં જાણ્યું હોય.
Trending Photos
સુરજ સોલંકી, અમદાવાદઃ ભારતની સરહદની લંબાઈ તમે જાણતા હશો પરંતુ, શું તમે એ જાણો છો કે આ સરહદની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે? કેવી રીતે અલગ અલગ ફોર્સ અલગ અલગ રાજ્ય અને વિસ્તારમાં ભારતીય સરહદની સુરક્ષા કરે છે? તો આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં જાણ્યું હોય. આવો જાણીએ કેવી રીતે આપણા જવાનો કરે છે ભારતીય સરહદની સુરક્ષા. ભારતની પાસે કુલ 15,106.7 કિલોમીટરની સરહદ છે. આટલી લાંબી અને અંતરિયાળ સરહદની સુરક્ષા કરવી એ સહેલું નથી. એટલા માટે દેશની મુખ્ય સેના સિવાય કેટલીક પેરામિલિટ્રી ફોર્સ પણ છે, જે સરહદની રક્ષા કરવા માટે તૈનાત છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF):
1962ના યુદ્ધ બાદ એક યૂનિફાઈડ સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ બનાવવાની જરૂરિયા પડી. જેથી પાકિસ્તાનની 3,323 કિલોમીટર લાંબી સરહદ પર નજર રાખી શકાય. ત્યારે 1 ડિસેમ્બર 1965ના રોજ પેરામિલિટ્રી ફોર્સનું ગઠન કરવામાં આવ્યું. શરૂઆત 25 બટાલિયનથી થઈ. આજે BSF પાસે 192 બટાલિયન છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સને તરત જ પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાનની સીમા પર તૈનાત કરવામાં આવી હતી. આજની તારીખમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં લગભગ 2.72 લાખ જવાનો કામ કરે છે. એટલું જ નહીં આ જવાનો દેશની 6,386 કિલોમીટર લાંબી સરહદની રક્ષા કરે છે.
ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (ITBP):
24 ઓક્ટોબર 1962ના રોજ ધ ઈન્ડો-તિબેટ બાઉન્ડ્રી પોલીસ બનાવવામાં આવી. જેથી ભારત અને તિબેટની સીમા પર નજર રાખી શકાય. એ સમયે માત્ર ચાર બટાલિયન બનાવવાની અનુમતિ મળી હતી. આ પહેલાં CRPF એક્ટ અંતર્ગત બનાવવામાં આવી હતી. બાદમા 1992માં ITBP એક્ટ લાવવામાં આવ્યો. ITBP3488 કિલોમીટર લાંબી ચીનની સીમા પર નજર રાખે છે. ITBP સુરક્ષા ઉપરાંત આતંકીઓ સાથે પણ સંઘર્ષ કરે છે. હાલ ITBPમાં 90 હજારથી વધુ જવાનો સામેલ છે.
સશસ્ત્ર સીમા દળ (SSB):
વર્ષ 1962માં ચીનના હુમલા બાદ 1963માં સક્ષસ્ત્ર સીમા દળને સ્પેશિયલ સર્વિસ બ્યૂરોના રૂપમાં બનાવવામાં આવી હતી. જૂન 2001ના રોજ ભારત-નેપાળ સીમા માટે લીડ ઈન્ટેલિજન્સ એજન્સી બનાવવામાં આવી. આ દળને જ 1750 કિલોમીટર લાંબી નેપાળ બોર્ડરની સુરક્ષા સોંપવામાં આવી છે. માર્ચ 2004માં SSBને 699 કિલોમીટર લાંબી ભારત-ભૂટાન બોર્ડરની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી.
આસામ રાઈફલ્સ:
આસામ રાઈફલ્સ દેસની સૌથી જૂની પેરામિલિટ્રી સંસ્થા છે. આ ફોર્સ ઉત્તર-પૂર્વ ભારતમાં કોઈ પણ પ્રકારની ઘુસણખોરીને રોકવામાં સક્ષમ છે. આ સેનાએ પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને અત્યાર સુધીમાં ઘણાં યુદ્ધ જોયા છે. જ્યારે ચીને તિબેટ પર હુમલો કર્યો ત્યારથી જ તિબેટ બોર્ડરની જવાબદારી આસામ રાઈફલ્સને સોંપવામાં આવી છે. ત્યાર બાદ 2002માં આ ફોર્સને 1643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર બોર્ડરની જવાબદારી સોંપવામાં આવી હતી.આ એ દળો છે જે ભારતીય સરહદની દિવસ-રાત રક્ષા કરી રહ્યા છે. કોઈ પણ વાતાવરણમાં હંમેશા આ જવાનો સરહદ પર અડીખમ રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે