મહિલા ગુનાઓ પર ગૃહ મંત્રાલય કડક, એડવાઈઝરીમાં કહ્યું- આ મામલે FIR ફરજિયાત
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં આ સમયે મહિલા સુરક્ષાનો મુદ્દો ઘણો ચર્ચામાં છે. હાથરસ કેસ તેમજ અન્ય સ્થાનો પર બનેલા મહિલા ગુનાઓને જોતા કેન્દ્ર સરકારે કડક પગલા ઉઠાવ્યા છે. દેશમાં આ વાતને લઇને ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, મહિલાઓ સામે વધી રહેલા ગુના (Crime)ને કેવી રીતે રોકવામાં આવે. દેશમાં ઝડપથી વધતા મહિલા અપરાધને જોતા ગૃહમંત્રાલય (Ministry of Home Affairs)એ તમામ રાજ્યો માટે એડવાઈઝરી (Advisory) જારી કરી છે.
ગૃહમંત્રાલયે ઉઠાવ્યા કડક પગલા
પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર તરફથી જારી કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર હવે મહિલા ગુનાઓ પર એફઆઇઆર નોંધાવી ફરજિયાત રહેશે. મંત્રાલયે આઇપીસી અને સીઆરપીસીની જોગવાઈઓ જણાવતા કહ્યું કે, રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ તેનું પાલન સુનિશ્ચિત કરે.
ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, એડવાઈઝરીમાં જારી કરવામાં આવેલી વાતો પર બેદરકારી ભર્યુ વર્તન કરનાર અધિકારીઓ પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.
યૌણ ગુનાના મામલે FIR નોંધવી ફરજિયાત
સરકાર તરફથી આપવામાં આવેલા દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓ સામે ગુનાઓમાં જો કોઈ ભૂલ રહે છે તો આ મામલે દોષી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સજ્ઞાન યૌણ ગુનાના કેસમાં એફઆઈઆર નોંધાવવી ફરજિયાત છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને પૂછ્યું છે કે મહિલા સામે ગુનો જો પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રની બહાર થયો હોય તો 'ઝીરો એફઆઈઆર' નોંધવી જોઇએ.
ગૃહ મંત્રાલય તરફથી બનાવાયું ઓનલાઈન પોર્ટલ
દિશા-નિર્દેશોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ભારતીય દંડ સંહિતાની કલમ 166 (A) FIR ન નોંધવાની સ્થિતિમાં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહીની મંજૂરી આપે છે. સીઆરપીસીની કલમ 173ની કલમ રેપના મામલે 2 મહિનાની અંદર તપાસ પૂર્ણ થવી જરૂરી છે.
સીઆરપીસીની કલમ 173માં દુષ્કર્મથી જોડાયેલ કોઈપણ કેસમાં તપાસ બે મહિનાની અંદર પૂરી કરવાની જોગવાઈ છે. ગુનામાં તપાસની પ્રગતિ જાણવા માટે ગૃહ મંત્રાલય તરફથી ઓનલાઈન પોર્ટલ બનાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે