Bijapur Encounter: શાહે જવાનોનો જુસ્સો વધાર્યો, સાથે કર્યું ભોજન, નક્સલીઓને આપી ચેતવણી

Naxal attacks: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ સાથે અથડામણમાં 23 જવાનો શહીદ થયા બાદ અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે પહોંચ્યા હતા. શાહે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને બીજાપુર સ્થિત સીઆરપીએફ કેમ્પમાં જવાનો સાથે ભોજન કર્યુ હતું. 
 

Bijapur Encounter: શાહે જવાનોનો જુસ્સો વધાર્યો, સાથે કર્યું ભોજન, નક્સલીઓને આપી ચેતવણી

બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર અને સુકમાની સરહદ પર આ વર્ષના સૌથી મોટા નક્સલી હુમલા (Naxal attacks) બાદ ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) રાજ્યનો પ્રવાસ કર્યો. તેમણે બીજાપુરમાં સીઆરપીએફ કેમ્પ જઈને જવાનો સાથે મુલાકાત કરી અને તેમનો જુસ્સો વધાર્યો હતો. શાહે વિશ્વાસ અપાવ્યો કે જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં. ઈજાગ્રસ્ત જવાનો સાથે મુલાકાત દરમિયાન શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ હાજર હતા. સાથે જવાનોને સંબોધિત કરતા શાહે નક્સલીઓને સરેન્ડર કરવા માટે કહ્યુ અને ચેતવણી આપી કે જો હથિયાર ન છોડ્યા તો સરકારની પાસે કોઈ અન્ય વિકલ્પ રહેશે નહીં. 

બીજાપુરમાં સીઆરપીએફ જવાનોને સંબોધિત કરતા ગૃહમંત્રીએ કહ્યુ, 'આપણા જવાનોએ અવર્ણનીય હિંમત સાથે સંઘર્ષ કર્યો. તમને વિશ્વાસ અપાવુ છું કે તમારા સહયોગીઓનું બલિદાન વ્યર્થ જશે નહીં, ભારત સરકાર અને છત્તીસગઢ સરકારમાં વિશ્વાસ રાખો. ભારત સરકાર તમારી તમામ સમસ્યાઓ સમજે છે અને આ લડાઈમાં મજબૂતીથી તમારી સાથે ઊભી છે. અમે જલદી બધી ખામીઓને દૂર કરીશું.'

— ANI (@ANI) April 5, 2021

અમિત શાહે કહ્યુ કે, જ્યારે કોઈ દોસ્ત આપણે છોડે છે અને આપણે દુખી થઈએ છીએ. પરંતુ નક્સલ મુદ્દાને કારણે આ ક્ષેત્રનો ગરીબ વિકાસથી વંચિત છે. અમે તે લોકોનું સ્વાગત કરીએ છીએ, જે સરેન્ડર કરવા ઈચ્છે છે. જો તમારા હાથમાં હથિયાર હશે તો અમારી પાસે કોઈ અન્ય વિકલ્પ રહેશે નહીં. 

— ANI (@ANI) April 5, 2021

બીજાપુરમાં સીઆરપીએફ કેમ્પના પ્રવાસ દરમિયાન શાહે જવાનો સાથે ભોજન પણ કર્યુ હતું. શાહ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ તથા સુરક્ષા દળોના અધિકારીઓ સાથે બપોર બાદ હેલીકોપ્ટરથી સીઆરપીએફ કેમ્પ પહોંચ્યા અને ત્યાં કેન્દ્રીય સુરક્ષા દળો તથા રાજ્ય પોલીસ જવાનો સાથે મુલાકાત કરી હતી. શાહે નક્સલવાદ વિરુદ્ધ જંગમાં તેમના શૌર્ય તથા બહાદુરીની પ્રશંસા કરી હતી. તેમણે જવાનો તથા અગ્રિમ મોર્ચા પર તૈનાત ઓફિસરો પાસે તેમની મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી અને વિશ્વાસ અપાવ્યો કે તેને દૂર કરી તથા સારી સુવિધાઓ અને અત્યાધુનિક સંશાધન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. 

તો શાહે બસ્તર જિલ્લાના મુખ્યાલય જગદલપુરમાં સંવાદદાતાઓ સાથએ વાતચીત દરમિયાન કહ્યુ કે, તેમણે છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોને દેશ, ભારત સરકાર અને પ્રધાનમંત્રી મોદી તરફથી શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, જવાનોનું આ બલિદાન વ્યર્થ જશે નહીં, દેશ આ લડાઈને નિર્ણાયક તબક્કામાં લઈ જવા માટે જવાનોના બલિદાનને હંમેશા યાદ રાખશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news