naxals attack: નક્સલીઓ પર એક્શનની તૈયારી! અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

chhattisgarh naxals attack: અમિત શાહના આવાસ પર યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ડાયરેક્ટર અરવિંદ કુમાર અને વરિષ્ઠ સીઆરપીએફ અધિકારી હાજર રહ્યા.
 

naxals attack: નક્સલીઓ પર એક્શનની તૈયારી! અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર (Bijapur) માં શનિવારે નક્સલી હુમલા બાદ અસમ ચૂંટણી પ્રવાસ રદ્દ કરી દિલ્હી આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) એ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમના આવાસ પર આશરે એક કલાક ચાલેલી બેઠક દરમિયાન CRPF ના સ્પેશિયલ ડીજી સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં છત્તીસગઢની ઘટનાને લઈને હાલની સ્થિતિની સમીક્ષા અને નવી રણનીતિ પર વિચાર કરવામાં આવ્યો છે. 

'વ્યર્થ નહીં જાય જવાનોનું બલિદાન'
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ સામે લડતા શહીદ થયેલા જવાનોને લઈને અમિત શાહે રવિવારે કહ્યુ હતુ કે, આપણા જવાન શહીદ થયા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આંકડાનો સવાલ છે હું તેના વિશે હાલ કંઈ કહેવા ઈચ્છતો નથી કારણ કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગૃહમંત્રીએ કહ્યુ કે, જે જવાનોએ પોતાનું લોહી વહાવ્યુ છે તેમનું બલિદાન વ્યર્થ જશે નહીં. તેમણે કહ્યું કે, હું આ ઘટનાને કારણે મારો અસમનો પ્રવાસ છોડી દિલ્હી પરત ફરી રહ્યો છું. 

Home Secretary Ajay Bhalla, Director IB Arvinda Kumar and senior CRPF officers are attending the meeting. pic.twitter.com/3opzROJC7g

— ANI (@ANI) April 4, 2021

બેઠકમાં આ અધિકારીઓ રહ્યાં હાજર
અમિત શાહના આવાસ પર યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ડાયરેક્ટર અરવિંદ કુમાર અને વરિષ્ઠ સીઆરપીએફ અધિકારી હાજર રહ્યા. તો સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહે કહ્યુ કે, ઓપરેશનમાં કોઈ પ્રકારની ગુપ્ત નિષ્ફળતા નથી. જો એમ હોત તો અમારા જવાન ઓપરેશન માટે સ્થળ પર ન જાય. જો ઓપરેશન નિષ્ફળ હોય તો નક્સલીઓ પણ ઢેર ન થયા હોત. નક્સલીઓએ પોતાના સાથીઓના મૃતદેહ લઈ જવા માટે ત્રણ ટ્રેક્ટરોનો ઉપયોગ કર્યો. પરંતુ કુલદીપ સિંહે તે નથી જણાવ્યું કે, આ ઓપરેશનમાં કુલ કેટલા નક્સલીઓના મોત થયા છે. 

સીએમ બધેલ સાથે કરી વાત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ  (Amit Shah) એ છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોના 22 જવાનો શહીદ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સાથે રવિવારે વાત કરી અને સ્થિતિની માહિતી મેળવી હતી. શાહે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ  (CRPF) ના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહને સ્થિતિનું નિરીક્ષણ કરવા છત્તીસગઢ જવાનું કહ્યું છે. 

નક્સલીઓએ હાજરી દેખાડવા કરી હિંસા
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદો વચ્ચે એક જંગલમાં નક્સલીઓની સાથે શનિવારે થયેલી અથડામણમાં 22 જવાન શહીદ થયા છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે, અમિત શાહે સીએમ સાથે વાત કરી છે. બધેલે શાહને અથડામણની જાણકારી આપતા કહ્યુ કે, નક્સલીઓએ માત્ર પોતાની હાજરી દેખાડવા માટે હિંસા કરી છે કારણ કે લોકોનો માઓવાદી વિચારધારાથી મોહભંગ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news