ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની AIIMSમાં દાખલ, જીવલેણ કોરોનાને આપી હતી પછડાટ

ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એમ્સમાં દાખલ થયા છે. છાતીમાં ઈન્ફેક્શન હોવાના કારણે તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરાયા. રાહતની વાત એ છે કે તેમની સ્થિતિ હાલ સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી. 

ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની AIIMSમાં દાખલ, જીવલેણ કોરોનાને આપી હતી પછડાટ

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એમ્સમાં દાખલ થયા છે. છાતીમાં ઈન્ફેક્શન હોવાના કારણે તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરાયા. રાહતની વાત એ છે કે તેમની સ્થિતિ હાલ સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી. ગૃહમંત્રીએ હાલમાં જ કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારીને માત આપી હતી. ડોક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોક્ટર્સની ટીમ તેમના સ્વાસ્થ્યનો પળેપળ ખ્યાલ રાખી રહી છે. 

જણાવવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહને ગત રાતે 2 વાગે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં. તેમને જૂના પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. એમ્સ ડાઈરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં એક ટીમ તેમની દેખભાળ કરી રહી છે. તેમને હળવો તાવ હતો. ત્યારબાદ તેમને એમ્સમાં એડમિટ કરવામાં આવ્યાં. ગૃહમંત્રીને શું સમસ્યા થઈ રહી છે અને તેમને કોરોનાના કારણે કોઈ તકલીફ થઈ છે કે નહીં તે વાત હજુ સ્પષ્ટ થઈ નથી. 

He was discharged from Medanta Hospital,Gurugram on 14 Aug, after testing negative for #COVID19 pic.twitter.com/Im85xpAii9

— ANI (@ANI) August 18, 2020

14 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે પોતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ આપીને મારું અને મારા પરિજનોનું મનોબળ વધાર્યું તે બધાનો હ્રદયપૂર્વક આભાર માનું છું. ડોક્ટરોની સલાહ પર હજુ થોડા દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહીશ. 

નોંધનીય છે કે બે ઓગસ્ટના રોજ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ છે. તેમણે પોતે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે  કહ્યું હતું કે તેમને કોઈ સ્વાસ્થ્ય અંગેની સમસ્યા નથી પરંતુ તપાસ રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે તેઓ થોડા દિવસ હોસ્પિટલમાં રહેશે. ત્યારબાદ તેઓ મેદાન્તા હોસ્પિટલમાં દાખલ થયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news