મોટો ખુલાસો! રિયાઝ નાયકૂ બાદ સૈફુલ્લાહને કમાન્ડર બનાવી શકે છે હિજબુલ મુજાહિદ્દીન
Trending Photos
નવી દિલ્હી: રિયાઝ નાયકૂ (Riyaz Naikoo)ના ખાતમા બાદ સૈફુલ્લાહને હિજબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen) નો નવો કમાન્ડર બનાવવામાં આવી શકે છે. સુરક્ષા એજન્સીઓના હવાલે આવેલી જાણકારી મુજબ હિજબુલ મુજાહિદ્દીન સેફુલ્લાહને નવો કમાન્ડર બનાવવા માંગે છે. નાઈકૂના માર્યા ગયા બાદ સુરક્ષા એજન્સીઓ હવે સેફુલ્લાહની શોધમાં છે. સૈફુલ્લાહ હાલ સાઉથ કાશ્મીરમાં એક્ટિવ છે અને તે પણ A++ કેટેગરીનો આતંકી છે. તેને રિયાઝની જેમ જ ખતરનાક આતંકીઓની કેટેગરી લિસ્ટમાં સામેલ કરાયો છે.
સૈફુલ્લાહ નાયકૂની જેમ યુવાઓને આતંકી સંગઠનમાં ભરતી કરવામાં લાગેલો છે. સૈફુલ્લાહ અથડામણમાં ઘાયલ આતંકીઓની સારવાર કરવાના કરાણે સૌથી પહેલા ચર્ચામાં આવ્યો હતો.
અત્રે જણઆવવાનું કે બુધવારે 6 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામાના બેગપોરા વિસ્તારમાં સેનાએ હિજબુલ કમાન્ડર રિયાઝ નાયકૂને માર્યો હતો. નાયકૂ પર 12 લાખનું ઈનામ પણ હતું. આ એજ ગામ છે જ્યાં રિયાઝ નાયકૂ જન્મ્યો હતો અને ત્યાં તેનો પરિવાર રહે છે.
આતંકી રિયાઝ નાયકૂ A++ કેટેગરીનો આતંકી હતો. સુરક્ષાદળો લાંબા સમયથી તેની શોધમાં હતાં અને સેનાએ તેના પર 12 લાખનું ઈનામ પણ રાખ્યું હતું. આ અગાઉ ચારવાર સુરક્ષાદળોને ચકમો આપીને રિયાઝ નાયકૂ છટકી ગયો હતો. નાયકૂને મારવા માટે સુરક્ષાદળોએ ખાસ પ્લાન બનાવ્યો હતો.
જુઓ LIVE TV
આ અગાઉ નાયકૂ ચાર વાર છટકી ગયો હતો. એકવાર ત્રાલમાં સુરંગ બનાવીને સુરક્ષાદળોને ચકમો આપવામાં સફળ થયો હતો. પરંતુ આ વખતે તેની કબર તેના જ ગામમાં બની ગઈ.
રિયાઝ નાયકૂ વર્ષ 2012માં 33 વર્ષની ઉંમરે હિજબુલનો કમાન્ડર બન્યો હતો. સબ્જારના માર્યા ગયા બાદ હિજબુલનો કમાન્ડર બન્યો હતો. 2017માં ઝાકિર મૂસા અલગ થતા હિજબુલને એકજૂથ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે