Hindi Diwas 2021: કેવી રીતે રાષ્ટ્રભાષા બની હિન્દી, કયા રાજ્યએ આપી હતી સૌથી પહેલાં માન્યતા

સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બરે 1953થી હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળની સાથે ભારતની રાષ્ટ્રભાષા છે. દુનિયામાં 60 કરોડથી વધુ લોકો હિન્દિ બોલે છે. ભાષા એ દરેક લોકોની વચ્ચે વ્યવહાર કરવા માટે પૂલનું કામ કરે છે.

Hindi Diwas 2021: કેવી રીતે રાષ્ટ્રભાષા બની હિન્દી, કયા રાજ્યએ આપી હતી સૌથી પહેલાં માન્યતા

ઝી બ્યૂરો, અમદાવાદઃ સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બરે 1953થી હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળની સાથે ભારતની રાષ્ટ્રભાષા છે. દુનિયામાં 60 કરોડથી વધુ લોકો હિન્દિ બોલે છે. ભાષા એ દરેક લોકોની વચ્ચે વ્યવહાર કરવા માટે પૂલનું કામ કરે છે. ભાષા થકી સૌ અતંરમનનાં વિચારો, વ્યવહારો થકી પ્રગટ કરે છે. ભાષા એ કોઈ એક દિશામાંથી બીજી દિશાને જોડતો બિજ છે. ભાષા ક્યારેય તારી કે મારી નથી હોતી. ભાષા હંમેશા આપણી અને અમારી હોય છે. ભાષા થકી અભિવ્યક્તિ શક્ય બને છે. ભાષાનો હંમેશા સત્કાર, જય જય કાર કરવો જોઈએ.

No description available.

વિશ્વસ્તરે હિન્દીનો વધ્યો વ્યાપ:
હિન્દી ભારતની જ નહીં પણ આખા વિશ્વમાં એક વિશાળ ક્ષેત્ર અને જનસમૂહની ભાષા છે. 1952માં ઉપયોગ કરાતી ભાષાના આધારે હિન્દી વિશ્વમાં 5માં ક્રમે હતી. 1980ની આસપાસ હિન્દી ભાષા ચીની અને અંગ્રેજી પછી ત્રીજા સ્થાન પર આવી ગઈ હતી. હિન્દી વિશ્વમાં ચોથી એવી ભાષા છે જેને સૌથી વધુ લોકો બોલે છે. જેથી દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન અંગ્રેજી ઉપરાંત હવે ભારતની હિન્દી ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાને મહત્વ આપી રહ્યું છે.

બિહારે આપી હતી સૌથી પહેલાં માન્યતા:
દેશમાં હિન્દી ભાષાને 14 સપ્ટેમ્બર 1949માં સતાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. પરંતુ બિહારમાં તો હિન્દીને રાજભાષા તરીકે ઈ.સ. 1981માં જ માન્યતા મળી ચૂકી હતી. જેથી ત્યારથી હિન્દી સાથે બિહાર અને બિહારની સાથે હિન્દી જોડાયેલી છે. જ્યારે ભારત અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલું હતું ત્યારે હિન્દીને રાજભાષાનો દરજ્જો આપનાર બિહાર પહેલું રાજ્ય હતું.

મહાત્મા ગાંધીએ કરી હતી પહેલ:
1918માં હિન્દી સાહિત્ય સંમેલનમાં ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે પહેલ કરી હતી. ગાંધીજી હિન્દી ભાષાને બોલચાલની ભાષા માનતા હતા. એમને ખબર હતી કે દેશના મોટા ભાગના લોકો હિન્દી સમજે છે, લખે છે અને બોલે પણ છે. દેશ આઝાદ  થયા બાદ 26 જાન્યુઆરી 1950માં બંધારણની કલમ 343 અંતર્ગત 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ  તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો. હિન્દી ભાષા દેશની રાષ્ટ્રભાષા તરીકે પસંદ થઈ તે સમયે દેશનાં પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતાં અને તેમણે કહ્યું હતું કે આ દિવસનાં મહત્વને જોતા દર વર્ષે 14 સપ્ટેમ્બરનાં રોજ હિન્દી દિવસ તરીકે ઉજવણી થાય.

દેવનાગરી લિપીમાં લખાઈ હિન્દી ભાષા:
ભારતમાં હિન્દી ભાષાનો ઈતિહાસ ઈન્ડો-યુરોપિયન ભાષા પરિવારના ઈન્ડો-આર્યન શાખાથી છે. જેને દેવનાગરી લિપીમાં ભારતની અધિકૃત ભાષાઓમાંથી એક સ્વરૂપે લખાયો છે. જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યાર બાદ સૌથી મોટો પ્રશ્ન ભાષાને લઈને હતો. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. આવામાં કોઈ એક ભાષાને ભારતની રાજભાષા તરીકે પસંદ કરવી એ આપણા બંધારણના ઘડવૈયાઓ માટે મોટો પ્રશ્ન હતો.

અનેક ભાષાનું મિશ્રણ છે હિન્દી:
હિન્દી ભાષા અવધી, ભોજપુરી અને અન્ય બોલીઓનું મિશ્રણ છે. આ ઉપરાંત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અમેરિકા, બ્રિટન, જર્મની, ન્યૂઝીલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત, યુગાંડા, સુરીનામ, ટ્રિનિદાદ, મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકા સહિત અનેક દેશોમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે. વર્ષ 2017માં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં પ્રથમ વખત 'અચ્છા',  'બડા દિન', 'બચ્ચા' અને 'સૂર્ય નમસ્કાર' જેવા હિન્દી શબ્દોનો સમાવેશ કરાયો હતો. 

ડિજિટલ પ્લેટફોર્મમાં વધ્યું હિન્દીનું મહત્વ:
ઈ-કોમર્સ સાઈટ એમેઝોન ઈન્ડિયાએ પોતાની હિન્દી એપ લોન્ચ કરી છે. OLX, Quiker જેવા પ્લેટફોર્મ પહેલાથી જ હિન્દીમાં ઉપલબ્ધ છે.સાથે જ સ્નેપડીલ પણ હિન્દીમાં વિકલ્પ આપે છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરનાં મેલાનેશિયામાં ફિજી નામનો એક ટાપુ છે. ફિજીમાં હિન્દીને સત્તાવાર  ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેને ફિજિયન હિન્દી કે ફિજિયન હિન્દુસ્તાની પણ કહેવાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news