Himachal Pradesh ના પ્રવાસનું પ્લાનિંગ હોય તો 30 જૂન પછી જજો, આ છે કારણ?

1 જુલાઈથી હિમાચલ પ્રદેશ આવનારા પ્રવાસીઓને હવે રાજ્યમાં ઈ-પાસ બતાવવાની જરૂર નહીં રહે. સરકારે આંતરરાજ્ય બસ ચલાવવાની પણ અનુમતિ આપી દીધી છે.

Himachal Pradesh ના પ્રવાસનું પ્લાનિંગ હોય તો 30 જૂન પછી જજો, આ છે કારણ?

નવી દિલ્લી: દેશમાં કોરોનાના ઘટતાં કેસ ઘટતાં અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. પ્રવાસન ક્ષેત્રમાં પણ છૂટ મળવાનું શરૂ થઈ ગયું છે. હિમાચલ પ્રદેશની સરકારે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં હાલમાં જ RT-PCR ટેસ્ટને ફરજિયાત બંધ કરી દીધો છે પરંતુ એન્ટ્રી માટે ઈ-પાસ જરૂરી હતો. ઈ-પાસ માટે તમામ લોકો અરજી કરી રહ્યા હતા. પરંતુ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જો તમે પણ હિમાચલ પ્રદેશ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો 1 જુલાઈ સુધી ઈંતઝાર કરવો યોગ્ય રહેશે. કેમ કે 1 જુલાઈથી ઈ-પાસ પણ બંધ થઈ જશે.

No description available.

 

1 જુલાઈથી હિમાચલ પ્રદેશ જવાથી શું બદલાઈ જશે:

ઈ-પાસ બતાવવો નહીં પડે:
1 જુલાઈથી હિમાચલ પ્રદેશ આવનારા પ્રવાસીઓને હવે રાજ્યમાં ઈ-પાસ બતાવવાની જરૂર નહીં રહે. સરકારે આંતરરાજ્ય બસ ચલાવવાની પણ અનુમતિ આપી દીધી છે. 1 જુલાઈથી હવે 50 ટકાની ક્ષમતાવાળી પ્રાઈવેટ સહિત બધી આંતરરાજ્ય બસ ચાલી શકશે.

બધી દુકાનો ખુલી રહેશે:
હિમાચલમાં સરકારી કાર્યાલય 1 જુલાઈથી સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કરી દેશે. તે સિવાય અહીંની બધી દુકાનોને પણ સવારે 9થી રાત્રિના 8 સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

બધી રેસ્ટોરાં રાત્રિના 10 સુધી ખુલી રહેશે:
1 જુલાઈથી રાત્રિના 10 સુધી રેસ્ટોરાં ખુલી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. સામાજિક કાર્યક્રમોમાં કુલ ઈનડોર ક્ષમતાના 50 ટકા લોકોને જવાની પરવાનગી છે. ઈનડોરમાં 50 અને બહારના કાર્યક્રમમાં 100 લોકોની મંજૂરી આપવામાં આવી છે.

RT-PCR ટેસ્ટ જરૂરી નથી:
હિમાચલમાં 1 જુલાઈથી ફરવા માટે આવતાં પ્રવાસીઓને હવે RT-PCR ટેસ્ટ કરાવવો નહીં પડે. તેની સાથે જ રાજ્યમાંથી કલમ 144 પણ હટાવી લેવામાં આવી છે. નિયમોમાં છૂટ મળતાં જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમાચલ પ્રદેશમાં આવવા લાગ્યા છે. રાજ્યમાં અચાનક વધેલી પ્રવાસીઓની ભીડના કારણે ભારે જામની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news