Gujarat માં Delta Plus Variant ના નોંધાયા 2 કેસ, કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે કરી સત્તાવાર જાહેરાત

કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48 કેસ  સામે આવી ચૂક્યા છે.

Gujarat માં Delta Plus Variant ના નોંધાયા 2 કેસ, કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે કરી સત્તાવાર જાહેરાત

બ્રિજેશ દોશી, અમવાદાવાદ: દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48 કેસ  સામે આવી ચૂક્યા છે. જેનાથી હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. પરંતુ હવે ગુજરાત પણ આ વેરિએન્ટની ઝપેટમાં આવી ગયું છે. આ અંગે કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી હતી. 

મહારાષ્ટ્રમાં શુક્રવાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 20 કેસ નોંધાયા હતા. તમિલનાડુમાં 9, મધ્યપ્રદેશમાં 7, કેરળમાં 3, પંજાબમાં 2, ગુજરાતમાં 2, આંધ્રપ્રદેશમાં 1, ઓરિસ્સામાં 1, રાજસ્થાન 1, કર્ણાટકમાં 1 અને જમ્મૂ કાશ્મીરમાં 1 કેસ નોંધાયો છે. આમ અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં 48 કેસ સામે આવ્યા છે. 

Dwaraka: પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે
 
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી થયું પ્રથમ મોત
શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta plus variant) થી સંક્રમિત થયેલા 80 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Maharashtra Health Minister Rajesh Tope) એ જાણકારી આપી હતી. 

રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 દર્દીઓમાંથી એક દર્દીનું મોત થયું છે. મૃતકની ઉંમર 80 વર્ષ જણાવવામાં આવી છે. વ્યક્તિ અન્ય બીમારીથી પણ પીડિત હતા. રાજ્યમાં ડેલ્ટા પ્લસના રત્નાગિરીમાં નવ, જલગાંવમાં સાત, મુંબઈમાં બે, પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યા છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે- WHO
આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાયો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં  યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ક્રમશ પાંચ કેસ યૂકેમાં ડેલ્ટા પ્લસના નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે.  તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા.  જે અન્ય વેરિયન્ટથી અલગ રીતે વર્તે છે. હાલ 80 દેશોમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે.

વાયરસ કઇ રીતે સ્વરૂપ બદલે છે?
વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં ફેરફાર થાય છે. જેને મ્યુટન્ટ કહે છે. એક્સ્પર્ટના મત મુજબ વાયરસ જેમ જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. જો કે વાયરસને માત આપવી હશે તો ખૂબ જ સાવધાની રાખવી પડશે. જેથી તેના સંક્રમણને અટકાવી શકાય.

10 દેશોમાં મળ્યો 'ડેલ્ટા પ્લસ'
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું હતું કે ભારત એ દસ દેશોમાંથી એક છે જ્યાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે. તેમણે કહ્યું કે 80 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટની એન્ટ્રી થયેલી છે. જ્યારે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાં મળ્યો છે. 

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આમ તો બંને સ્વદેશી રસી કોવિશીલ્ડ અને કોવેક્સીન ડેલ્ટા વેરિએન્ટ સામે અસરકારક છે. પરંતુ તે કઈ હદે અને કેટલા પ્રમાણમાં એન્ટીબોડી બનાવે છે તેની જાણકારી બહુ જલદી શેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે હાલ આ વેરિએન્ટની અસર સંખ્યાના પ્રમાણે ઘણી ઓછી જોવા મળી રહી છે અને અમે નથી ઈચ્છતા કે તેમાં વધારો થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news