Corona Update: દેશમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં 32 હજાર કરતા વધુ દર્દીઓ નોંધાયા

કોરોના વાયરસ (Corona virus update) ના આજે તો દેશમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક જ દિવસમાં કોવિડ-19ના 32,695 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 606 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 9,68,876 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,31,146 એક્ટિવ કેસ છે જ્યારે 6,12,815 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 24,915 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Corona Update: દેશમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં 32 હજાર કરતા વધુ દર્દીઓ નોંધાયા

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona virus update) ના આજે તો દેશમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક જ દિવસમાં કોવિડ-19ના 32,695 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 606 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 9,68,876 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,31,146 એક્ટિવ કેસ છે જ્યારે 6,12,815 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 24,915 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Total positive cases stand at 9,68,876 including 3,31,146 active cases, 6,12,815 cured/discharged/migrated and 24,915 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/nuYhpfMQtz

— ANI (@ANI) July 16, 2020

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 275640 કેસ નોંધાયા છે. જ્યારે 10928 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં 151820 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 2167 લોકોના મૃત્યુ થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં 116993 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 3487 લોકોના જીવ ગયા છે. 

જુઓ LIVE TV

ગુજરાતની વાત કરીએ તો  ગુજરાતમાં ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક જ દિવસમાં સૌથી વધુ 925 કેસ નોંધાયા અને આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 44648 થયો છે જ્યારે કોરોનાથી 2081 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news