ક્યાંક અનરાધાર, તો ક્યાંક કોરુંકટ... 15 જુલાઈ સુધી ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જાણો આંકડાથી

ગુજરાતના ખેડૂતો પર કુદરત મહેરબાન છે. ગુજરાતમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચોમાસાની પહેલી પાળીમાં જ ખેડૂતો ખુશખુશાલ છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો યોગ્ય સમયે વાવણી કરી શક્યા છે. વાવણીના આંકડાઓને જોતા ખેડૂતો દ્વારા વિશેષ મગફળી અને કપાસમા મબલખ ઉત્પાદન થશે તેવી આશા બંધાઈ છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી વરસેલા વરસાદ પર એક નજર કરીએ.... 
ક્યાંક અનરાધાર, તો ક્યાંક કોરુંકટ... 15 જુલાઈ સુધી ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જાણો આંકડાથી

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના ખેડૂતો પર કુદરત મહેરબાન છે. ગુજરાતમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચોમાસાની પહેલી પાળીમાં જ ખેડૂતો ખુશખુશાલ છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો યોગ્ય સમયે વાવણી કરી શક્યા છે. વાવણીના આંકડાઓને જોતા ખેડૂતો દ્વારા વિશેષ મગફળી અને કપાસમા મબલખ ઉત્પાદન થશે તેવી આશા બંધાઈ છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી વરસેલા વરસાદ પર એક નજર કરીએ.... 

15 જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લા સારા વરસાદથી ખુશ છે. ત્યારે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડા જોઈએ... 

  • બનાસકાંઠા        13.35
  • અરવલ્લી          18.60
  • મહેસાણા           19.58  
  • સાબરકાંઠા        20.91 
  • પાટણ              22.24
  • ગાંધીનગર        25.56

મધ્ય ગુજરાત    (8 જિલ્લા)

  • દાહોદ                10.39
  • છોટાઉદેપુર        16.81 
  • આણંદ             18.60 
  • વડોદરા            20.05
  • પંચમહાલ        20.81
  • ખેડા                25.41
  • મહીસાગર        22.83
  • અમદાવાદ        28.72

ઉઘડતા પ્રભાતે હરિભક્તો માટે શોકમગ્ન સમાચાર, મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂ.પુરુષોત્તમદાસ સ્વામીનું નિધન

સૌરાષ્ટ્ર-કચ્છ    (12 જિલ્લા)

  • ભાવનગર           37.33
  • સુરેન્દ્રનગર        37.59
  • બોટાદ              54.56
  • રાજકોટ            55.05
  • મોરબી             57.06
  • ગીર સોમનાથ        57.18
  • અમરેલી             57.89
  • જૂનાગઢ            61.80 
  • કચ્છ                  79.94
  • જામનગર        94.01
  • પોરબંદર        100.94
  • દેવભૂમિ દ્વારકા        151.33

દક્ષિણ ગુજરાત    (7 જિલ્લા)

  • ડાંગ        16.42
  • તાપી        17.49
  • નર્મદા        19.17
  • નવસારી        20.87
  • વલસાડ        20.92
  • સુરત        27.97
  • ભરૂચ        28.68

સવારે 7.40 કલાકે સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

જોકે, ચોમાસાની પ્રથમ બેટિંગમાં કેટલાક તાલુકમાં મેઘમહેર છે, પણ કેટલાક તાલુકા એવા પણ છે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે. 10 ટકાથી પણ ઓછો વરસાદ પડ્યો હોય તેવા તાલુકા 12 છે. જ્યાં ખેડૂતો મીટ માંડીને બેસ્યા છે. 

10 ટકાથી પણ ઓછો વરસાદ ધરાવતા તાલુકા

  • ડેસર (8.66%)        વડોદરા
  • સાવલી (8.43%)        વડોદરા
  • ગરબાડા (5.57%)        દાહોદ
  • ઝાલોદ (7.81%)        દાહોદ
  • લીમખેડ (3.84%)        દાહોદ
  • સિંગવડ (4.28%)        દાહોદ
  • અમીરગઢ (8.58%)        બનાસકાંઠા
  • દાંતીવાડા (2.57%)        બનાસકાંઠા
  • લાખણી (9.36%)        બનાસકાંઠા
  • વાવ (9.08%)        બનાસકાંઠા
  • ખેરાલુ (6.37%)        મહેસાણા
  • ઊંઝા (9.25%)        મહેસાણા

તો કેટલાક જિલ્લા એવા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં 100 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં મોટાભાગના સૌરાષ્ટ્રના જ જિલ્લા છે. જાણીએ આવા જિલ્લાઓ વિશે.... 

  • જામજોધપુર (106.15%)        જામનગર
  • કાલાવાડ (141.60%)        જામનગર
  • ભાણવડ (118.24%)        દેવભૂમિ દ્વારકા
  • દ્વારકા (154.93%)        દેવભૂમિ દ્વારકા
  • કલ્યાણપુર    (139.88%)    દેવભૂમિ દ્વારકા
  • ખંભાળિયા (190.25%)        દેવભૂમિ દ્વારકા
  • કુતિયાણા (101.46%)        પોરબંદર
  • પોરબંદર (103%)        પોરબંદર
  • માંડવી (153.37%)         કચ્છ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વડોદરાના ડભોઇમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ભાભર લાખણી અને અમીરગઢમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તાપીના નિઝરમાં પણ 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના આઠ તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news