MPમાં હાઈ પ્રોફાઈલ હની ટ્રેપના ખુલાસાથી હડકંપ મચ્યો, ભોપાલ-ઈન્દોરથી 5 યુવતીની ધરપકડ
મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં હની ટ્રેપ (Honey trap)ના ખુલાસાથી હડકંપ મચેલો છે. હની ટ્રેપ મામલે અત્યાર સુધી 5 યુવતીઓની ધરપકડ થઈ છે. મળતી માહિતી મુજબ 3 યુવતીઓ ભોપાલ (Bhopal)થી અને બે યુવતીઓને ઈન્દોર (Indonre)થી ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં હની ટ્રેપ (Honey trap)ના ખુલાસાથી હડકંપ મચેલો છે. હની ટ્રેપ મામલે અત્યાર સુધી 5 યુવતીઓની ધરપકડ થઈ છે. મળતી માહિતી મુજબ 3 યુવતીઓ ભોપાલ (Bhopal)થી અને બે યુવતીઓને ઈન્દોર (Indonre)થી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડથી સમગ્ર પ્રદેશમાં હડકંપ મચ્યો છે. આ યુવતીઓની ધરપકડ પૂર્વ મંત્રીના બંગલેથી કરાઈ છે.
કહેવાય છે કે ભોપાલથી 3 યુવતીઓ પકડાઈ છે. ATSની ટીમ ત્રણેય યુવતીઓને બુધવારે રાતે જ ભોપાલથી ઈન્દોર લઈ ગઈ છે. ધરપકડ કરાયેલી યુવતીઓની ઈન્દોરના મહિલા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલુ છે. આ બાજુ ગુરુવારે સવારે પોલીસે ઈન્દોરથી વધુ 2 યુવતીઓની ધરપકડ કરી છે.
અત્રે જણાવવાનું કે ઈન્દોરના પલાસિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. ત્યારબાદ ઈન્દોર પોલીસની બાતમીના આધારે જ ATS અને ભોપાલ પોલીસે ધરપકડ કરી. યુવતીઓની ગોવિંદપુરા પોલીસ મથકે અનેક કલાકો સુધી પૂછપરછ કરાઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈન્દોર નગર નિગમના એક અધિકારીને યુવતીઓએ ફસાવ્યો અને બ્લેકમેઈલ કરીને 2 કરોડ રૂપિયાની માગણી કરી હતી. આરોપ છે કે તે ઈન્દોરમાં ફોન પર સતત ધમકી આપી રહી હતી. કહેવાય છે કે આ યુવતીઓ ભોપાલમાં કેટલાક નેતાઓ અને અધિકારીઓને પોતાનો શિકાર બનાવી ચૂકી છે. યુવતીઓને પ્રદેશના એક પૂર્વ મંત્રીના હાઈપ્રોફાઈલ સોસાયટીમાં બનેલા બંગલામાંથી ધરપકડ કરાઈ હતી.
આ સમગ્ર મામલે પોલીસ હજુ કઈ કહેવાથી બચી રહી છે. પરંતુ અનેક નેતાઓ અને ઓફિસરોને હનીટ્રેપની આશંકા છે. આ મામલો સામે આવ્યાં બાદ રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે.
હાઈપ્રોફાઈટ હની ટ્રેપનું સમગ્ર અપડેટ
ઈન્દોરના નગર નિગમ એન્જિનિયરે પલાસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેમને ભોપાલની શ્વેતા જૈન નામની એક મહિલા બ્લેકમેઈલ કરી રહી છે અને આ સાથે જ 2 કરોડ રૂપિયાની માગણી કરી રહી છે. આ મામલે પોલીસે ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમ સાથે સંપર્ક કર્યો અને શ્વેતા જૈનની શોધ શરૂ કરી, ત્યારબાદ ભોપાલના રિવેરા ટાઉનમાં શ્વેતા જૈનનું લોકેશન મળી આવ્યું. તપાસ દરમિયાન ટીમને બીજી શ્વેતા જૈન અને બરખા ભટનાગરના ઈનપુટ મળ્યાં. ભોપાલ પોલીસે પ્લાન બનાવીને એક સાથે 3 યુવતીઓની ધરપકડ કરી. રાતે લગભગ 8 વાગે પોલીસે ત્રણેય યુવતીઓના ઠેકાણા પર ગયાં. પોલીસે સૌથી પહેલા રિવેરા ટાઈનથી શ્વેતા જૈનની ધરપકડ કરી. ત્રણેય યુવતીઓને ભોપાલ પોલીસ અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશન લઈને આવી, જ્યાં થોડીવારમાં પૂછપરછ બાદ પોલીસ ગોવિંદપુરા જવા રવાના થઈ.
જુઓ LIVE TV
ભોપાલ પોલીસે રાતે લગભગ 3 કલાક સુધી પૂછપરછ કરી. મોડી રાતે લગભગ 1 વાગે ATSની ટીમ ઈન્દોરથી ભોપાલ પહોંચી. ATSની ટીમે બંને શ્વેતા જૈન અને બરખા ભટનાગરથી સવાલ કર્યાં. પૂછપરછ બાદ ATSની ટીમ રાતે લગભગ 3.40 પર ઈન્દોર જવા રવાના થઈ. એટીએસની ટીમ સવારે 5.50 વાગે ઈન્દોર મહિલા પોલીસ સ્ટેશન પહોંચી જ્યાં 6 વાગ્યાથી ઈન્વેસ્ટિગેશન ટીમે ફરીથી પૂછપરછ શરૂ કરી. જ્યાં ત્રણેય યુવતીઓએ અને અન્ય 2 યુવતીઓએ નામ બતાવ્યાં, ત્યારબાદ પોલીસે ઈન્દોરથી લગભગ 6.45 પર સીમા અને આરતીની ધરપકડ કરી. આરતી પાસેથી પોલીસે એક લક્ઝરી કાર પર ઝડપી. હાલ પાંચેય યુવતીઓને ઈન્દોરના મહિલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં છે. જ્યાં ATS, ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની જોઈન્ટ ટીમો તેમની પૂછપરછ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે