હવે તમે પણ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થતા જોઇ શકશો, બનાવાયો આ ખાસ પ્લાન
રામ મંદિર (Ram Mandir) પર નિર્ણય આવ્યા બાદથી શ્રદ્ધાળુ અસ્થાયી મંદિરમાં વિરાજમાન રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા (Ayodhya) આવી રહ્યાં છે. લોકોના આ ભક્તિ ભાવને જોતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust)એ દર્શનને યાદગાર બનાવવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે
Trending Photos
અયોધ્યા: રામ મંદિર (Ram Mandir) પર નિર્ણય આવ્યા બાદથી શ્રદ્ધાળુ અસ્થાયી મંદિરમાં વિરાજમાન રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા (Ayodhya) આવી રહ્યાં છે. લોકોના આ ભક્તિ ભાવને જોતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust)એ દર્શનને યાદગાર બનાવવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. જેના અંતર્ગત હવે શ્રદ્ધાળું ભવ્ય રામ મંદિરનું નિર્માણ થતા પણ જોઇ શકશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક ઉંચું પ્લેટફોર્મ બનાવી રહ્યું છે. જેના પર ઉભા રહી સંપૂર્ણ પરિસરને જોઇ શકાય છે. આ સાથે જ દર્શનને યાદગાર બનાવવા માટે સેલ્ફી પોઇન્ટ (Selfie Point) બનાવવાની પણ યોજના તૈયાર કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્લેટપોર્મ બનાવવાનું કાર્ય લગભગ પૂર્ણ થઇ ગયુ છે. તમને જણાવી દઇએ કે, ભૂમિ પૂજન બાદથી મંદિર નિર્માણ ઝપડથી થઇ રહ્યું છે. ગત બુધવારના જ ખોદકામ માટે મશીનો પરિસરમાં પહોંચ્યા છે.
ટ્રસ્ટના સૂત્રો અનુસાર, પીએમ મોદી દ્વારા ભૂમિ પૂજન કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અહીં બહારના ભક્તોનો ધસારો છે. શ્રદ્ધાળુ રામલલાના દર્શન કર્યા બાદ પરિસરમાં મંદિર નિર્માણના ચાલી રહેલા કાર્યોને જોવા માટે ઉત્સુક છે. આ વાતોનું ધ્યાનમાં રાખી ટ્રસ્ટ શ્રદ્ધાળુઓ માટે પરિસરમાં એક ઉંચુ પ્લેટફોર્મ બનાવી રહ્યાં છે, જે લગભગ બની તૈયાર થઇ ગયું છે.
ટૂંક સમયમાં, ભક્તો આ મંચ પર ઉભા રહીને મંદિર નિર્માણમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ જોઈ શકશે. દેશના મોટા મંદિરોની તર્જ પર દર્શનને યાદગાર બનાવવા અહીં એક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ટ્રસ્ટ દ્વારા નિયુક્ત વ્યક્તિ ભક્તો દ્વારા લેવામાં આવેલા સેલ્ફી તેમના મોબાઈલમાં મોકલાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે