સારવાર માટે દિલ્હી પહોંચ્યા ગોવાના સીએમ પર્રિકર, AIIMSમાં દાખલ

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરની સારવાર કરાવવા માટે નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લાવવામાં આવ્યા છે. 
 

સારવાર માટે દિલ્હી પહોંચ્યા ગોવાના સીએમ પર્રિકર, AIIMSમાં દાખલ

નવી દિલ્હીઃ ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરને સારવાર કરવા માટે નવી દિલ્હી સ્થિતઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે લાવવામાં આવ્યા છે. અગ્નાશય સંબંધીત બિમારીને લઈને ડોક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે. 6 સપ્ટેમ્બરે અમેરિકામાં મેડકલ તપાસ કરાવ્યા બાદ ભારત પર ફરેલા પર્રિકરને ગુરૂવારે ગોવાના કેન્ડોલિમમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં આશરે ત્રણ મહિના અમેરિકામાં અગ્નાશય સંબંધી બિમારીની સારવાર કરાવવા માટે જવું પડ્યું હતું. 

પર્રિકરે શુક્રવારે સાંજે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરીને પોતાના સ્વાસ્થ્ય સંબંધમાં જાણકારી આપી હતી. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, અમે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ. 6 સપ્ટેમ્બરે ત્રીજીવખત અમેરિકાથી પરત ફરેલા પર્રિકરે હજુ સુધી મુખ્યપ્રધાનનું કામ સંભાળ્યું નથી. તેઓને પરત ફર્યા બાદ તેમને કૈન્ડોલિમ ગામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

લાંબા સમયથી બિમાર છે પર્રિકર
અમેરિકામાં ત્રણ મહિનાની લાંબી સારવાર દરમિયાન પર્રિકરે સત્તાનું સંચાલન માટે સુધીન ધાવલિકર, ફ્રાંસિસ ડીસૂજા અને વિજય સરદેસાઈની એક મંત્રીમંડળ સલાહકાર સમિતિની રચના કરી હતી. તેઓ બીજીવખત અમેરિકા ગયા ત્યારે આવી કોઈ સમિતિની રચના ન કરી. પરંતુ તેણમે મુખ્ય મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે મુખ્ય સચિવને શક્તિઓ આપી હતી. પાર્ટીના સૂત્રો પ્રમાણે પર્રિકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ફોન કરીને કહ્યું કે, તેઓ રાજ્યમાં નેતૃત્વ માટે કોઈ બીજી વ્યવસ્થા કરે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news