બીમાર હોવા છતા ભૂજની યુવતીએ ચક્ર ફેકમાં એશિયા પેસિફિક માસ્‍ટર્સ ગેમ્‍સમાં મેળવ્યો રજત ચંદ્રક

એશિયા પેસિફિક માસ્‍ટર્સ ગેમ્‍સ-2018માં ભુજની નિર્મળા મહેશ્વરીએ ચક્ર ફેકમાં ચંદ્રક મેળવ્‍યો છે.

બીમાર હોવા છતા ભૂજની યુવતીએ ચક્ર ફેકમાં એશિયા પેસિફિક માસ્‍ટર્સ ગેમ્‍સમાં મેળવ્યો રજત ચંદ્રક

રાજેન્દ્ર ઠક્કર/ભુજ: એશિયા પેસિફિક માસ્‍ટર્સ ગેમ્‍સ-2018માં ભુજની નિર્મળા મહેશ્વરીએ ચક્ર ફેકમાં ચંદ્રક મેળવ્‍યો છે. ચક્ર ફેકમાં એશિયાઇ દેશોમાં બીજા નંબર મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. એશિયા પેસિફિક માસ્‍ટર્સ ગેમ્‍સ-2018 જે મલેશિયાના પેનાંગ શહેર ખાતે યોજાઇ હતી. મલેશિયામાં યોજાયેલા પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં ભુજની ખેલાડી નિર્મળા મહેશ્વરીએ રજત ચંદ્રક મેળવ્યો છે. 

એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સ-2018 મલેશિયાના પેનાંગ શહેર ખાતે યોજાઈ તેમાં ભુજની ખેલાડી નિર્મળા મહેશ્વરીએ ચક્રફેંકમાં સુંદર દેખાવ કરી રજત ચંદ્રક મેળવ્યો હતો. આમ તો નિર્મળાની મુખ્ય રમત ગોળાફેંક હતી. અને જેમાં ગોલ્ડની આશા સેવાતી હતી. પરંતુ રમત દરમ્યાન રાઉન્ડ ઉપર બીમાર પડીને બેભાન થઈ જવાથી તે પૂરી ક્ષમતા બતાવી શકી નહોતી. એ પછી હોસ્પિટલમાંથી છૂટયા બાદ ચક્રફેંકમાં એશિયાઈ દેશોમાં બીજા નંબરે' આવી હતી. તેણે અત્યાર સુધી 400 જેટલા પદકો મેળવ્યા છે.'નિર્મળા કચ્છના પીઢ પત્રકાર ધરમશી મહેશ્વરીના પુત્રી છે. અને પહેલેથી રમતમાં અભિરુચિ ધરાવે છે. તેમના ભાઇ નિખિલ મહેશ્વરીએ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે નામના મેળવી છે અને અનેક ઇનામ જીત્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news