કેરળમાં ભારે વરસાદના કારણે તબાહી: અત્યાર સુધીમાં 15ના મોત, મદદ માટે સેના બોલાવવામાં આવી

કેરળમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. મૂશળધાર વરસાદના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. 

કેરળમાં ભારે વરસાદના કારણે તબાહી: અત્યાર સુધીમાં 15ના મોત, મદદ માટે સેના બોલાવવામાં આવી

તિરુવનંતપુરમ: કેરળમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. મૂશળધાર વરસાદના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદની સૌથી વધુ અસર કુટ્ટીક્કલ (Koottickal), કોટ્ટયમ (Kottayam), ઈડુક્કી (Idduki) અને કોક્કયર (Kokkayar)માં થઈ છે. 

— ANI (@ANI) October 17, 2021

વરસાદથી થયેલા ભૂસ્ખલનને કારણે લોકોના ગયા જીવ
કેરળ સરકારમાં મંત્રી વીએન વાસવાને કહ્યું કે વરસાદના કારણે ભૂસ્ખલન થયું જેમાં 3 લોકોના જીવ ગયા. સરકાર લોકોને રેસ્ક્યૂ કરવાની કોશિશ કરી રહી છે. સરકાર સંપૂર્ણ રીતે અલર્ટ છે. 

હવામાન વિભાગે જાહેર કર્યું રેડ અલર્ટ
અત્રે જણાવવાનું કે ભારતીય હવામાન ખાતા (IMD) એ શનિવારે કેરળના 5 જિલ્લામાં રેડ અલર્ટ બહાર પાડ્યું. જ્યારે 7 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ તથા 2 જિલ્લામાં યલ્લો અલર્ટ જાહેર કર્યું છે. 

સેનાએ સંભાળ્યો મોરચો
હાલાત એવા છે કે પ્રદેશમાં રેસ્ક્યૂ અને બચાવ માટે આર્મી અને એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. સેનાની એક ટુકડી કોટ્ટાયમમાં તૈનાત છે. જ્યારે એક અન્ય બીજી ટુકડી ત્રિવેન્દ્રમમાં તૈનાત કરાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચિંતા વ્યક્ત કરતા દરેક શક્ય મદદનો ભરોસો જતાવ્યો છે. 

— Amit Shah (@AmitShah) October 17, 2021

2018-19 જેવા બની રહ્યા છે હાલાત!
અત્રે જણાવવાનું કે કોટ્ટયમ, ઈડુક્કી અને પથનમથિટ્ટા જિલ્લાના પહાડી વિસ્તારોમાં કેટલીક એવી સ્થિતિ પેદા થઈ છે જેવી સ્થિતિ વર્ષ 2018 અને 2019ના વિનાશકારી પૂર દરમિયાન થઈ હતી. વર્ષ 2018માં આવેલા પૂરની તસવીરો ખુબ ડરામણી હતી આ બ હોનારતમાં 450થી વધુ લોકોના મોત થયા હતા. 

આ બધા વચ્ચે કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) ના રાજ્ય સભા સાંસદ વિનય વિશ્વમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લેટર લખ્યો છે. તેમણે આ આફતમાં કેરળને મદદ કરવાની ગુહાર લગાવી છે. લેટરમાં તેમણે લખ્યું કે સતત વરસાદથી કેરળમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ધ્યાન આપવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news