આજે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ,કોંગ્રેસ દ્વારા પણ વિરોધ શરૂ કરાયો

પોલીસે કહ્યું કે, સુચારૂ રીતે દર્શન માટે 2300 પોલીસ કર્મચારીઓને ફરજંદ કરવામાં આવ્યા છે, જેમાં 20 સભ્યોની કમાંડો ટીમ અને 100 મહિલાઓનો સમાવેશ થાય છે

આજે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ,કોંગ્રેસ દ્વારા પણ વિરોધ શરૂ કરાયો

સબરીમાલા : ભગવાન અયપ્પાનું મંદિર વિશેષ પુજા માટે સોમવારે ખુલે તે પહેલા સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. સબરીમાલા તથા આસપાસના વિસ્તારોમાં ચાર કે તેથી વધારે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગત્ત મહિને રજસ્વલા ઉંમર વર્ગની મહિલાઓને મંદિરમાં પ્રવેશના વિરોધમાં હિંસક પ્રદર્શન થયું હતું. પોલીસે કહ્યું કે, સુચારુ રીતે દર્શન માટે 2300 પોલીસ કર્મચારીઓને ફરજંદ કરવામાં આવ્યા છે. જેમાં 20 સભ્યોની કમાંડો ટીમ અને 100 મહિલાઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની કિલાબંધીનું પુર્વવર્તી શાહી પરિવાર પંડાલમ, ભાજપ અને કોંગ્રેસ વિરોધ કરી રહ્યા છે. 

જરૂર પડ્યે સર્કલ નિરીક્ષક અને ઉપનિરીક્ષકોની રેંકની 30 મહિલા પોલીસ કર્મચારીઓને ફરજંદ કરવામાં આવશે. જેમની ઉંમર 50થી વધારે હશે. પમ્બા, નિલક્કલ, ઇલાવંગલ અને સન્નિધાનમમાં શનિવારે મધ્ય રાત્રીથી 72 કલાક માટે સીઆરપીસી કલમ 144 લાગુ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ ઉંમરની મહિલાઓ માટે પ્રવેશની અનુમતી આપવામાં આવ્યા બાદ બીજી વખત દર્શન માટે મંદિર ખુલી રહ્યા છે. 

મંદિર સોમવારે સાંજે પાંચ વાગ્યે વિશેષ પુજા શ્રીચિતિરા અટ્ટાતિરુનાલ માટે ખુલશે અને તે જ દિવસે રાત્રે 10 વાગ્યે બંધ થઇ જશે. તાંત્રી કંડારારૂ રાજીવારૂ અને મુખ્ય પુજારી ઉન્નીકૃષ્ણન નમ્બૂદિરી મંદિરના કપાટ સંયુક્ત રીતે ખોલશે અને શ્રીકોવિલ (ગર્ભગૃહ)માં દીપ પ્રાગ્ટ્ય કરશે. 

કોંગ્રેસ પણ વિરોધમાં
સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અંગે કોંગ્રેસ પણ વિરોધમાં ઉતરી છે. રવિવારે કેરળ કોંગ્રેસના નેતાઓએ પતનમતિથામાં એક વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમાં કેરળ કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ ભાગ લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ મુદ્દે કોંગ્રેસ દ્વારા કોઇ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news