પ્રિકોશન ડોઝ લેવા માટે કોમોર્બિડિટીઝ સર્ટિફિકેટ દેખાડવાની જરૂર નહીંઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Coronavirus Covid 19: કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ લેવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેને કોઈ બીમારી છે, તેણે કોઈ પ્રકારનું સર્ટિફિકેટ દેખાડવાની જરૂર પડશે નહીં. 

પ્રિકોશન ડોઝ લેવા માટે કોમોર્બિડિટીઝ સર્ટિફિકેટ દેખાડવાની જરૂર નહીંઃ સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ લેવા ઈચ્છતા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એક સારા સમાચાર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યુ કે, પ્રિકોશન ડોઝ લેવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પોતાની ગંભીર બીમારી (કોમોર્બિટિઝ) નું પ્રમાણપત્ર દેખાડવાની જરૂર પડશે નહીં. મંત્રાલયે જણાવ્યું કે, પ્રિકોશન ડોઝ લેવા સમયે ડોક્ટર પાસેથી કોમોર્બિડિટીઝ સર્ટિફિકેટ દેખાડવા કે જમા કરવાની જરૂર પડશે નહીં. 

સ્વાસ્થ્ય મંત્રાલયે આગળ કહ્યું કે, પ્રિકોશન ડોઝ લેવા ઈચ્છતા લોકો પાસેથી આશા કરવામાં આવે છે કે તે પ્રિકોશન ડોઝ લેવાનો નિર્ણય લેતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લે. 

— ANI (@ANI) December 28, 2021

ફ્રંટલાઇન વર્કર્સમાં ગણાશે આ કર્મચારી
સરકારે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, ચૂંટણી રાજ્યોમાં ઇલેક્શન ડ્યૂટીમાં તૈનાત કર્મચારી ફ્રંટલાઇન વર્કર્સની કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. 

મહત્વનું છે કે આ પહેલા નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ) ના સીઈઓ અને કોવિન પ્લેટફોર્મના કામકાજના પ્રમુખ ડો. આરએસ શર્માએ જણાવ્યુ હતું કે પ્રિકોશન ડોઝ લેવા માટે વૃદ્ધોએ કોમોર્બિડિટીઝ સર્ટિફિકેટ દેખાડવું પડશે.

રસીકરણ અભિયાનના આગામી તબક્કાની મુખ્ય વાતો
1. 1 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો પોતાના આઈડી કાર્ડથી રજીસ્ટ્રેશન કરી Cowin એપ પર પોતાનો સ્લોટ બુક કરાવી શકશે. 

 

2. Cowin એપ પર બાળકોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પ્લેટફોર્મ પર મોટા લોકોના રજીસ્ટ્રેશન જેવી હશે. 

3. Cowin પ્લેટફોર્મના પ્રમુખ ડો. આર એસ શર્માએ કહ્યુ- આધાર અને અન્ય રાષ્ટ્રીય ઓળખ પત્ર સિવાય બાળકો રજીસ્ટ્રેશન માટે પોતાના ધોરણ 10ના આઈડી કાર્ડનો ઉપયોગ કરી શકે છે. 

 

પ્રિકોશન ડોઝ કેવી રીતે આપવામાં આવશે?
1. કોમોરબિટીઝવાળા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બધા લોકો જેને કોરોના વેક્સીનના બે ડોઝ લાગી ચુક્યા છે, તેને 10 જાન્યુઆરી 2022થી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. 

2. આ પ્રિકોશન ડોઝની પ્રાથમિકતા અને સીક્વેન્સિંગ બીજો ડોઝ લગાવવાની તારીખથી 9 મહિના એટલે કે 39 સપ્તાહ પૂરા કરવાના આધાર પર હશે. 

3. તમામ નાગરિકોને વેક્સીનેશન સેન્ટર પર કોવિડની પ્રિકોશન ડોઝ ફ્રી લાગશે. 

4. જે પેમેન્ટ કરવાની ક્ષમતા રાખે છે તેને ખાનગી હોસ્પિટલોના વેક્સીનેશન સેન્ટરોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news