માથાના દુખાવાની દવા પર પ્રતિબંધ, પરંતુ કફ સિરપ મળતી રહેશેઃ આરોગ્ય મંત્રાલયનો નિર્ણય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 328 દવાઓ પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય લીધો છે
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 328 દવાઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. એક મહિના પહેલાં તેણે ટેક્નીકલ એડવાઈઝરી બોર્ડને આવી ભલામણ કરી હતી. આટલું જ નહીં મંત્રાલય 6 અન્ય દવાઓનાં ઉત્પાદન, વિચાણ અને વિતરણ પર પણ પ્રતિબંધ લગાવશે. આ પ્રતિબંધથી દેશમાં રૂ. 1.18 લાખ કરોડના ફાર્મા ઉદ્યોગનો 1500 કરોડ રૂપિયાનો વેપાર બંધ થઈ જશે. જો દવાઓ પર પ્રતિબંધ લગાવાયો છે, તેમાં માથાના દુખાવા સહિતત અનેક બિમારીની દવાઓનો સમાવેશ થાય છે.
જેમ કે પિરામલની સેરિડોન, મેક્લોઈડ્સ ફાર્માની પેનડર્મ પ્લસ ક્રીમ અને એલ્કેમ લેબોરેટરીની ટેક્સિમ એજોડનો સમાવેશ થાય છે. એક બાબત સારી છે કે, સરકાર લોકપ્રિય કફ સિરપ અને શરદી-તાવની દવાઓ બંધ નથી કરી રહી. કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, શરદી, ખાંસીની દવાઓ પણ બંધ થઈ જશે.
સેરિડોન બંધ થઈ, પરંતુ ડિકોલ્ડ ટોટલ નહીં
ઈટીના રિપોર્ટ અનુસાર સરકારે માથાના દુખાવા માટે લેવામાં આવતી સેરિડોન તો બંધ કરી દીધી છે, પરંતુ ડિકોલ્ડ ટોટલ, ફેન્સેડાઈલ અને ગ્રાઈલિંક્ટ્સને બંધ કરી નથી. કેમ કે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે માત્ર ટેક્નીકલ બોર્ડની ભલામણ પર જ આ દવાઓ બંધ ન કરવી જોઈએ.
કોર્ટે જણાવ્યું કે, આ દવાઓને માત્ર એ કારણે જ ન બંધ કરવી જોઈએ કે તેનું નિર્માણ 1988 પહેલાંથી થાય છે. ડ્રગ ટેક્નીકલ એડવાઈઝરી બોર્ડના તાજેતરના નોટિફિકેશન અનુસાર 328 કોમ્બિનેશન મેડિસિન બંધ કરાઈ છે. આ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશનમાં આવે છે. આ દવાઓને એટલા માટે બંધ કરાઈ છે, કેમ કે તેનું કોઈ થેરાપેટિક જસ્ટિફિકેશન ન હતું. બોર્ડે જણાવ્યું કે, આ દવાઓ દર્દીઓ માટે જોખમી પણ છે.
અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડનો સમાવેશ
નોટિફિકેશન પ્રમાણે શરદી, ખાંસી અને ડિપ્રેશનની દવાઓ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવાયો નથી. જે બ્રાન્ડની દવાઓ બંધ કરાઈ છે તેમાં માઈક્રોલેબ, ટાઈપ્રાઈડ, એબોટ, ટ્રાઈબેટ અને લ્યુપિન ગ્લૂકોનોર્મનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 328 ફિક્સ્ડ ડોઝ મિશ્રણ (એફડીસી) ધરાવતી દવાઓનું ફરીથી પરીક્ષણ કરવા માટે આદેશ આપ્યો હતો. અગાઉ આ દવાઓ પરના પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટે રદ્દ કર્યો હતો.
કેન્દ્ર સરકારે કોકાટે સમિતિની ભલામણ પર 10 માર્ચ, 2016ના રોજ એફડીસી દવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સર્વોચ્ચ અદાલેત પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, "સમગ્ર બાબતના યોગ્ય વિશ્લેષણ માટે અમારું માનવું છે કે આ કેસને ડીટીએબી કે પછી ડીટીએબી દ્વારા રચવામાં આવેલી પેટા સમિતિને સોંપવો જોઈએ, જેથી આ બાબતે નવેસરથી ધ્યાન આપી શકાય. " કોર્ટે જણાવ્યું હતું કે, ડીટીએબી અને આ કામ માટે રચવામાં આવનારી પેટા સમિતિ દવાનું ઉત્પાદન કરનારી કંપનીઓનો પક્ષ પણ સાંભળશે. સમિતિ આ બાબતે બિન-સરકારી સંગઠન ઓલ ઈન્ડિયા ડ્રગ્સ એક્શન નેટવર્કનો પક્ષ પણ સાંભળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે