તમે પ્રેત કલ્યાણમ વિશે સાંભળ્યું છે? જેમાં થાય છે મૃત્યુ પામેલા વર અને કન્યાના લગ્ન
Unique Traditions: ગુરૂવારના કર્ણાટકમાં બે મૃત બાળકોને લગ્નના બંધનમાં બાંધવામાં આવ્યા. આ તેમના માતા-પિતા તેમની આત્માઓની ખુશી માટે કરે છે. તેને 'પ્રેત કલ્યાણમ' અથવા મૃતકોના લગ્ન કહેવાય છે.
Trending Photos
Unique Traditions: તમે અત્યાર સુધીમાં ઘણા બધા લગ્ન પ્રસંગમાં ગયા હશો, પરંતુ શું તમે ક્યારે ભૂતોના લગ્ન વિશે સાંભળ્યું છે? કર્ણાટકમાં દક્ષિણ કન્નડ જિલ્લામાં આ પરંપરા હજુ ચાલી રહી છે, જ્યાં બે બાળકોના મોત બાદ તેમના લગ્ન કરાવવામાં આવે છે. હાલમાં ગુરુવારના બે મૃત બાળકોને લગ્નના બંધનમાં બાંધવામાં આવ્યા. આ તેમના માતા-પિતા તેમની આત્માઓની ખુશી માટે કરે છે. તેને પ્રેત કલ્યાણમ અથવા મૃતકોના વિવાહ કહેવામાં આવે છે. જે હજુ પણ કર્ણાટક અને કેરળના ઘણા ભાગમાં કેટલાક સમુદાયમાં જીવિત છે.
તાજેતરમાં થયા લગ્ન
યુટ્યુબર એની અરૂણે ટ્વિટર પર ચંદપ્પા અને શોભા વચ્ચે તેમના મોતના 30 વર્ષ બાદના મિલનને શેર કર્યું. યુટ્યુબરે ટ્વીટ કર્યું, હું આજે એક લગ્નમાં હાજરી આપી રહ્યો છું. તમે પૂછી શકો છો કે શા માટે તે ટ્વીટ કરવા લાયક છે. ઠીક છે, વરરાજા ખરેખરમાં મરી ગયો છે અને કન્યા પણ મરી ગઈ છે. બંનેના મોત લગભગ 30 વર્ષ પહેલા જ થયા હતા અને આજે તેમના લગ્ન છે. આ તે લોકોને અજીબોગરીબ લાગી શકે છે જેઓ દક્ષિણ કન્નડની પરંપરાઓ જાણતા નથી, પરંતુ આ એક ગંભીર પરંપરા છે.
આ કારણથી કરાવવામાં આવે છે લગ્ન
જે બાળકોના મોત 18 વર્ષ પહેલા થઈ જાય છે, તેમના મોતના થોડા વર્ષ પછી તેમની જેમ જ મરનાર અન્ય બાળક સાથે લગ્ન કરાવવામાં આવે છે. કક્ષિણ કન્નડમાં આ પરંપરાઓ ચાલી રહી છે કેમ કે લોકો માને છે કે તેમના પ્રિયજનની આત્મા ભટકે છે અને તેમને ક્યારે મોક્ષ મળતો નથી. લોકોનું માનવું છે કે કોઈપણનું જીવન લગ્ન વગર અધુરૂં છે અને પરિવારને ભટકતી આત્માઓથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
I'm attending a marriage today. You might ask why it deserve a tweet. Well groom is dead actually. And bride is dead too. Like about 30 years ago.
And their marriage is today. For those who are not accustomed to traditions of Dakshina Kannada this might sound funny. But (contd)
— AnnyArun (@anny_arun) July 28, 2022
નિભાવવામાં આવે છે તમામ પરંપરાઓ
આ દરમિયાન સગાઈ સમારોહથી લઇને લગ્ન સુધીની તમામ પરંપરાઓ નિભાવવામાં આવે છે. વર સૌથી પહેલા 'ધારા સાડી' લાવે છે, જેને કન્યા લગ્નના સમયે અથવા લગ્ન અથવા મુહૂર્તમાં પહેરે છે. કન્યાને પણ કપડા પહેરવા માટે પૂરતો સમય આપવામાં આવે છે અને તમામ વિધિઓ એવી રીતે કરવામાં આવે છે કે જાણે વિદાય પામેલી આત્માઓ પરિવારના સભ્યોમાંથી હોય. વર અને કન્યાને લગ્નના કપડા પહેરાવવામાં આવે છે અને સંબંધીઓ તેમને અનુષ્ઠાન કરવા માટે આમતેમ લઇ જતા હોય છે. આ દરમિયાન સાત ફેરા, મુહૂર્ત સુધી, કન્યાદાન અને મંગળસૂત્રના બંધન જેવી તમામ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે