'કોંગ્રેસને અસાધ્ય રોગ, 370, સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટનું નામ સાંભળતા જ દુ:ખાવાથી તરફડિયા મારવા લાગે છે'

હરિયાણાની તમામ બેઠકો માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ થશે. હરિયાણા ચૂંટણીમાં ભાજપ સામે ગત વિધાનસભા ચૂંટણીના શાનદાર પ્રદર્શનને દોહરાવવાનો મોટો પડકાર છે. જ્યારે કોંગ્રેસ સામે પડકાર છે કે તે સત્તામાં પાછી ફરે. 

'કોંગ્રેસને અસાધ્ય રોગ, 370, સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટનું નામ સાંભળતા જ દુ:ખાવાથી તરફડિયા મારવા લાગે છે'

ચંડીગઢ: હરિયાણા (Haryana Assembly Election 2019)નો ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. તમામ પાર્ટીઓએ પોતાની સંપૂર્ણ તાકાત ઝોંકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે હરિયાણાના ગોહનામાં રેલી સંબોધી. આ સિવાય રાજનાથ સિંહ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ રેલીઓ સંબોધવાના છે. હરિયાણાની તમામ બેઠકો માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ થશે. હરિયાણા ચૂંટણીમાં ભાજપ સામે ગત વિધાનસભા ચૂંટણીના શાનદાર પ્રદર્શનને દોહરાવવાનો મોટો પડકાર છે. જ્યારે કોંગ્રેસ સામે પડકાર છે કે તે સત્તામાં પાછી ફરે. વડાપ્રધાને ગોહનાની જનસભામાં કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ખતમ કરાઈ. 5 ઓગસ્ટથી કોંગ્રેસ અને તેમના મળતિયાઓના પેટમાં એવો દુ:ખાવો ઉપડ્યો છે કે જેના પર કોઈ દવા કામ કરતી નથી. પેટનો દુ:ખાવો કોંગ્રેસ માટે અસાધ્ય રોગ બની ગયો છે. સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટનું નામ લેતા તો કોંગ્રેસ તરફડિયા મારવા લાગે છે. 

પીએમ મોદીના નિશાના પર કોંગ્રેસ પાર્ટી જ હતી. તેમણે જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, ખેડૂતો, જવાનોના મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું. વડાપ્રધાને આ રેલીમાં કોંગ્રેસ પર કલમ 370ને લઈને નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસને ન તો ભારતની એક્તાની ચિંતા છે, ન તો બંધારણની ચિંતા છે. જેમને માતા ભારતની ચિંતા નથી, તેમની ચિંતા હરિયાણા કરી શકે ખરા?

વડાપ્રધાને કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તમારા આશીર્વાદ લેવા માટે આવી શક્યો ન હતો. પરંતુ ભાજપને તમે પૂરેપૂરી બેઠકો આપી. જેમને ભ્રમ હતો કે તેઓ આ સમગ્ર વિસ્તારના માલિક છે, તેમનો ભ્રમ જનતાએ તોડ્યો. ગોહાનાની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે સાર્વજનિક જીવન જીવનારા લોકોને હરિયાણાની જનતાએ મોટો પાઠ ભણાવ્યો છે. તેમણે કહ્યું કે અખાડો ભલે કુશ્તીનો હોય કે પછી સરહદ પર ઊભા રહેવાનો, હરિયાણાના યુવાઓ હંમેશા તૈયાર રહે છે. 

તેમણે કહ્યું કે શું દેશહિતમાં નિર્ણયો ન  લેવા જોઈએ. હરિયાણાની ભાવનાને કોંગ્રેસ અને તેમના પક્ષ સમજી શકતા નથી. 5 ઓગસ્ટના રોજ શું થયું હતું, તેની કોઈ કલ્પના પણ કરી શકતું નહતું. અમારી સરકારે જમ્મુ અને કાશ્મીરમાં ભારતને બંધારણને લાગુ કર્યું. 70 વર્ષથી જમ્મુ અને કાશ્મીર તથા લદાખના વિકાસમાં જે અડચણો હતી તેને અમે 5 ઓગસ્ટે હટાવી દીધી. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે જ્યારથી અમે આ નિર્ણય લીધો છે ત્યારથી કોંગ્રેસ અને તેના સાથીઓના પેટમાં એવો દુખાવો થઈ રહ્યો છે કે જ્યાં કોઈ દવા કામ કરતી નથી. કોંગ્રેસના પેટનો દુ:ખાવો એવી બીમારી બની ગયો છે કે જેની કોઈ દવા નથી. અમે સ્વચ્છ ભારતની વાતો કરીએ છીએ તો કોંગ્રેસના પેટમાં ચૂક ઉપડે છે, સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટનું નામ લેતા તો કોંગ્રેસ તરફડિયા મારવા લાગે છે. દેશને ખબર છે કે કોંગ્રેસને દુ:ખાવો કેમ થાય છે. કોંગ્રેસના નેતાઓના નિવેદનો પાકિસ્તાનને કામ આવી રહ્યાં છે. 

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ આવું કેમ બોલે છે કે જે પાકિસ્તાનના લોકોને સારું લાગે છે, કઈંક એવું બોલે જે હિન્દુસ્તાનના લોકોને ગમે. કોંગ્રેસના નિવેદનોને પકડીને આજે પાકિસ્તાન દુનિયામાં પોતાનો કેસ મજબુત કરી રહ્યો છે. પાકિસ્તાન સાથે કોંગ્રેસને ખબર નથી પડતી કઈ કેમિસ્ટ્રી ચાલી રહી છે? આ ચૂંટણીમાં તમારે તેનો જવાબ શોધવો જ પડશે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ જેટલું જુઠ્ઠાણું ફેલાવવા માંગતી હો તેટલું ફેલાવે, પરંતુ જ્યાં સુધી જનતા તેમની સાથે છે ત્યાં સુધી કશું થઈ શકશે નહીં. મોદીને ભલે સારૂ-ખોટું બોલો પરંતુ માતા ભારતને કઈ ન કહો. મર્યાદા એટલી પણ ન ઓળંગો કે દેશને નુકસાન થાય. કલમ 370 હટાવવાની સૌથી વિરોધી પાર્ટી રહેલી કોંગ્રેસ હવે હરિયાણાને સંભાળવાની કોશિશ કરે છે. 

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના કુશાસનમાં ન તો જવાનો સુરક્ષિત હતાં, ન હરિયાણાના ખેડૂતો અને ન તો ખેલાડીઓનું હિત સુરક્ષિત હતું. 5 વર્ષ પહેલા ભારતના ખેલોથી કૌભાંડ અને ભ્રષ્ટાચારના સમાચાર આવતા હતાં. ખેલની ચર્ચા નહતી થતી. છેલ્લા 5 વર્ષમાં ખેલના મેદાનમાંથી આવી રહેલા ગૌરવ અને સન્માનના સમાચારો દેશની યુવા શક્તિને પ્રેરણા આપી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news