27 વર્ષ બાદ મહિલા કેસ જીતી, બ્રોકર પાસેથી 6 કરોડ રૂપિયા વ્યાજ સાથે મળશે

સ્ટોક માર્કેટમાં 4 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કરનારા હર્ષદ મહેતા બિગ બુલનાં નામથી ઓળખાતો હતો, તેની પત્નીએ બ્રોકર્સ સામે દાવો માંડ્યો હતો

27 વર્ષ બાદ મહિલા કેસ જીતી, બ્રોકર પાસેથી 6 કરોડ રૂપિયા વ્યાજ સાથે મળશે

મુંબઇ : શેર માર્કેટમાં ચર્ચિત ગોટાળેબાજ હર્ષદ મહેતાની પત્ની જ્યોતી મહેતા આખરે 27 વર્ષ સુધી ચાલેલા એક કેસમાં જીત પ્રાપ્ત કરી છે. એક બ્રોકરે તેનાં પતિ પાસેથી લીધેલા 6 કરોડ રૂપિયા પરત નહોતા કર્યા જેને હવે કોર્ટમાં 18 ટકા વ્યાજ સાથે જ્યોતીને પરત કરવા માટેનો આદેશ અપાયો છે. કોર્ટનો આ નિર્ણય 30 દિવસ બાદ લાગુ થશે. ત્યા સુધી બીજી પાર્ટી આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.

સ્પેશ્યલ કોર્ટનાં જજ શાલિની ફંસાલકર જોશીએ 1992માં થયેલા શેર ગોટાળા અંગેની સુનવણી કરતા હર્ષદ મહેતાની પત્નીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, બ્રોકર કિશોર જનાની અને ફેડરલ બેંકે તેમનાં પતિ પાસેથી 6 કરોડ રૂપિયા લીધા હતા. તેઓ આ નાણા પરત નથી કરી રહ્યા. એવામાં પૈસાને 1992થી માંડીને અત્યાર સુધી થયેલા વ્યાજ સાથે પરત કરવાની માંગ કરી હતી. કોર્ટે જ્યોતીના દાવાને યથાવત્ત રાખ્યો છે. 

બીજી તરફ આરોપીઓએ જ્યોતીનાં દાવાને ખોટો ઠેરવ્યો અને આશરે 20 વર્ષ બાદ દાવો કરવા મુદ્દે સવાલ ઉઠાવવા અંગે કોર્ટને કહ્યું કે, આ મુદ્દે લો ઓફ લિમિટેશન લાગુ નહી થાય. જજ જોશીએ કસ્ટોડિયનને આદેશ આપ્યો કે તેઓ પોતાના પૈસાની વસુલી કરીને હર્ષદ મહેતાનાં દેવાદારની વચ્ચે વહેંચણી સુનિશ્ચિત કરાવે. જો કે આરોપીઓએ જ્યોતીનાં દાવાને ખોટો ગણાવીને 20 વર્ષ બાદ જ્યોતીનાં દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે કોર્ટે કહ્યું કે, આ મુદ્દે લો ઓફ લિમિટેશન લાગુ નહી થાય. 

ઉલ્લેખનીય છે કે, હર્ષદ મહેતાએ શેર માર્કેટમાં 90નાં દશકમાં 4 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ગોટાળો કર્યો હતો. 1992માં સીબીઆઇનાં બિગ બુલ નામથી પ્રસિદ્ધ હર્ષદ મહેતાના કારનામાઓનો પર્દાફાશ કર્યો હતો. હર્ષદ મહેતા બેંકથી એક15 દિવસની લોન લેતો હતો અને તેને સ્ટોક માર્કેટમાં લગાવી દેતો હતો. સાથે જ 15 દિવસની અંદર તે બેંકને વ્યાજ સાથે પૈસા પરત કરી દેતો હતો. નકલી કાગળ બનાવતો હતો જેથી તેને બીજી બેંકો પાસેથી પણ પૈસા મળી જતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news