Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થી પર આ રાશિના જાતકો માટે ખુલશે ખુશીનો પિટારો, સાતમાં આકાશે રહેશે ભાગ્ય!

Zodiac Sign Get Ganesh Ji Blessings: ભાદર માસમાં ભગવાન શ્રી ગણેશનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે 10 દિવસીય ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટથી આરંભ થઈ રહી છે. આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે શુક્ર ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે. જે કેટલીક રાશિઓને વિશેષ લાભ કરાવશે.

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થી પર આ રાશિના જાતકો માટે ખુલશે ખુશીનો પિટારો, સાતમાં આકાશે રહેશે ભાગ્ય!

Shukra Gochar On Ganesh Chaturthi 2022: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈપણ ગ્રહ રાશિ પરિવર્તન અથવા ગોચર કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ વ્યક્તિના જીવન પર પડે છે. 31 ઓગસ્ટના શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કરશે. શુક્ર ગ્રહને આર્થિક સ્થિતિ, લગ્ન જીવન, ભોગ-વિલાસ અને એશ્વર્યા વગેરેનું કારણ માનવામાં આવે છે. એવામાં શુક્ર ગ્રહના સિંહમાં ગોચર કરવાથી તમામ રાશિઓ પર પ્રભાવ પડશે પરંતુ આ ત્રણ રાશિઓને વિશેષ રૂપથી લાભ થશે.

તમને જણાવી દઈએ કે, 31 ઓગસ્ટના દેશભરમાં ગણેશ ચતુર્થી પણ ઉજવવામાં આવશે. આ દિવસે ધામધૂમથી ઘરોમાં બાપ્પા બિરાજમાન થશે અને વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવશે. એવામાં ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે શુક્ર ગ્રહનું પરિવર્તન આ રાશિના દિવસો પલટી શકે છે. આ રાશિઓના જાતકોને દરેક કાર્યમાં સફળતા મલશે. સાથે જ વિશેષ ધન લાભ પણ થશે.

કર્ક રાશિ
શુક્ર ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. એવામાં આ રાશિના જાતકોના જીવન પર શુભ પ્રભાવ પડતો જોવા મળશે. આ રાશિની ગોચર કુંડલીમાં શુક્ર બીજા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. એવામાં આ જાતકોને ધન લાભની સાથે કરિયરમાં પણ જબરદસ્ત સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ દરમિયાન કોઈપણ બિઝનેસમાં રોકાણ કરવું લાભદાયક સાબિત થશે. લગ્ન જીવન સુખમય રહેશે. સંતાન તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે.

તુલા રાશિ
જ્યોતિષના જણાવ્યા અનુસાર આ રાશિના જાતકો માટે આ પરિવર્તન વિશેષ લાભદાયક સાબિત થશે. આ રાશિમાં શુક્ર ગ્રહ 11 માં ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. આ રાશિના જાતકોને નોકરી અને બિઝનેસ વગેરેમાં અપાર સફળતા મળશે. લગ્ન જીવનમાં ખુશીઓ દસ્તક આપશે. આ જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ આ સમયમર્યાદામાં ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના 10 માં ઘરમાં શુક્ર ગ્રહ પરિવર્તન કરી રહ્યો છે. આ કારણે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને પણ સફળતા મળશે. આફિસમાં કામની પ્રશંસા થશે અને તેના આધાર પર તમારું પ્રમોશન થઈ શકે છે.

(નોંધ:- અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારીત છે. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news