Farmers Protest: NDAના સહયોગી Hanuman Beniwal એ ખોલ્યો મોરચો, 2 લાખ ખેડૂતો સાથે કરશે દિલ્હી કૂચ

કૃષિ કાયદા (Agriculture Laws) વિરૂદ્ધ ચાલી રહેલું ખેડૂત પ્રદર્શન (Farmers Protest) 25મા દિવસે પણ ચાલું છે અને દિલ્હીની સીમાઓ પર બેઠેલા ખેડૂતો સતત કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) ખેડૂતોને કાયદાના ફાયદા સમજાવવા માટે લાગી રહી છે. પરંતુ પાર્ટીની મુશ્કેલી તેના જ સહયોગી દળ વધારી રહ્યા છે. હવે એનડીએ (NDA)ના સહયોગી હનુમાન બેનીવાલે મોરચો ખોલી દીધો છે. 
Farmers Protest: NDAના સહયોગી Hanuman Beniwal એ ખોલ્યો મોરચો, 2 લાખ ખેડૂતો સાથે કરશે દિલ્હી કૂચ

નવી દિલ્હી: કૃષિ કાયદા (Agriculture Laws) વિરૂદ્ધ ચાલી રહેલું ખેડૂત પ્રદર્શન (Farmers Protest) 25મા દિવસે પણ ચાલું છે અને દિલ્હીની સીમાઓ પર બેઠેલા ખેડૂતો સતત કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) ખેડૂતોને કાયદાના ફાયદા સમજાવવા માટે લાગી રહી છે. પરંતુ પાર્ટીની મુશ્કેલી તેના જ સહયોગી દળ વધારી રહ્યા છે. હવે એનડીએ (NDA)ના સહયોગી હનુમાન બેનીવાલે મોરચો ખોલી દીધો છે. 

સંસદની 3 સમિતિઓમાંથી આપી દીધું રાજીનામું
કૃષિ કાયદા (Agriculture Laws)નો વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) પ્રમુખ હનુમાન બેનીવાલ (Hanuman Beniwal)એ શનિવારે સંસદની ત્રણ સમિતિઓમાંથી રાજીનામું આપી દીધું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)ને મોકલેલા પત્રમાં હનુમાન બેનીવાલએ ઉદ્યોગ સ્થાયી સમિતિ, અરજી સમિતિ અને પેટ્રોલિયમ તથા ગેસ મંત્રાલયની પરામર્શ સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. 

26 ડિસેમ્બરના રોજ કરશે દિલ્હી કૂચ
સંસદીય સમિતિઓમાંથી રાજીનામું આપનાર હનુમાન બેનીવાલ (Hanuman Beniwal)એ કહ્યું કે તે 26 ડિસેમ્બરના રોજ 2 લાખ સમર્થકો સાથે રાજસ્થાનથી દિલ્હી માટે રવાના થશે, આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે 26 ડિસેમ્બરના રોજ એનડીએમાં રહેવા અથવા સાથ છોડવા અંગે નિર્ણય કરશે. રાજસ્થાનના નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે તે ખેડૂતો માટે દરેક કુરબાની આપવા માટે તૈયાર છે. 

આ મુદ્દે સુનાવણી  થઇ નથી: બેનીવાલ
હનુમાન બેનીવાલે કહ્યું કે તેમણે સભ્યના રૂપમાં જનહિત સાથે જોડાયેલા અનેક મુદ્દા ઉઠાવ્યા, પરંતુ તેના પર કોઇ કાર્યવાહી થઇ નથી. એટલા માટે તે ખેડૂત આંદોલન  (Farmers Protest)ના સમર્થનમાં અને લોકહિતના મુદ્દાને લઇને સંસદની ત્રણ સમિતિઓના સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે. જયપુરમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ની પ્રદેશ કાર્યકારિણીની બેઠક બાદ હનુમાન બેનીવાલે આ જાહેરાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news