ભાગ્ય સાથ ન આપે, સમય જો ખરાબ ચાલતો હોય તો પહેરો હળદરની માળા, થશે આ ફાયદા
સમય ક્યારેય એક સરખો હોતો નથી. ક્યારેક સમય સારો હોય તો ક્યારેક આંખે પાણી લાવી દે. પરંતુ આ નકારાત્મક પ્રભાવથી બચવા અને ભાગ્યને મજબુત કરવા માટે હળદરની માળાનો પ્રયોગ ખુબ કારગર સાબત થાય છે.
Trending Photos
સમય ક્યારેય એક સરખો હોતો નથી. ક્યારેક સમય સારો હોય તો ક્યારેક આંખે પાણી લાવી દે. પરંતુ આ નકારાત્મક પ્રભાવથી બચવા અને ભાગ્યને મજબુત કરવા માટે હળદરની માળાનો પ્રયોગ ખુબ કારગર સાબત થાય છે. તે મને પરેશાનીઓથી બચાવશે અને પહેરવાથી માન સન્માન પણ મળશે. હળદરની માળા ધારણ કરવા માટે ગુરુવારનો દિવસ ખુબ શુભ રહે છે.
હળદરની માળાથી થતા ફાયદા...
1. હળદરની માળાનું હિન્દુ શાસ્ત્રોમાં ખુબ મહત્વ છે. તે રોગોને દૂર કરવાથી લઈને મુસીબતોથી છૂટકારો અપાવવામાં કારગર સાબિત નીવડે છે. તેનો પ્રયોગ કોઈ દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે પણ થાય છે.
2. હળદર ભગવાન વિષ્ણુને ખુબ પ્રિય છે. આથી તેમને હળદરની ગાઠોની માળા ચઢાવવાથી લાભ થાય છે. તેનાથી ધનની સમસ્યાઓ પણ દૂર થાય છે.
3. જે લોકોને માનસિક પરેશાની રહેતી હોય કે તેમનો સ્વભાવ ચિડચિડિયો હોય તેમણે ગુરુવારના દિવસે હળદરની ગાંઠની માળા પહેરવી જોઈએ. આ પહેરતા પહેલા વિષ્ણુજીના કોઈ પણ મંત્રથી માળા સિદ્ધ જરૂર કરો.
4. જો અનેક કોશિશો કરવા છતાં પણ તમને કાર્યમાં સફળતા ન મળતી હોય તો ગુરુવારના દિવસે ગળામાં કે હાથમાં હળદરની ગાંઠની માળા પહેરો. તે ધારણ કરતા પહેલા તેના પર ગંગાજળનો છંટકાવ કરો અને વિષ્ણુજીના ચરણોમાં રાખો. આમ કરવાથી માળા શુદ્ધ થશે. તેનાથી તમારા કામમાં આવતા વિધ્નો દૂર થશે.
5. જેમની કુંડળીમાં ગુરુ નીચના સ્થાને બેઠો હોય તેમણે પણ હળદરની માળાનો પ્રયોગ કરવો જોઈએ. તેનાથી તેમનો ગુરુ ગ્રહ મજબુત થાય છે. તેનાથી ભાગ્યનો સાથ મળશે.
6. જે લોકોને લગ્નમાં મુશ્કેલીઓ આવતી હોય તેમણે પણ ગુરુવારે હળદરની માળા પહેરવી જોઈએ. ધ્યાન રહે કે તેને ધારણ કર્યા બાદ રોજ ધૂપ દીપ જરૂર કરો. જો વિષ્ણુજીનો કોઈ સિદ્ધ મંત્રજાપ કરવામાં આવે તો બમણો લાભ થશે.
7. માતા બગુલામુખીના પૂજનમાં હળદરની ગાંઠની માળાનો પ્રયોગ ખુબ અસરકારક સાબિત થાય છે. તેનાથી દેવી માતાના મંત્રનો જાપ કરવાથી સિદ્ધી પ્રાપ્ત થાય છે.
8. જેમને કોઈ ખરાબ સપનું આવતું હોય તો તેઓએ પોતાના તકિયા નીચે આખી રાત સૂતા સમયે હળદરની ગાંઠની માળા રાખવી જોઈએ. બીજા દિવસે સવારે ગંગાજળથી શુદ્ધ કરીને રાખવી જોઈએ. તેનાથી નકારાત્મકતા દૂર થશે.
9. નવગ્રહ શાંતિ માટે હળદરની ગાંઠની માળાને કાચા દૂધમાં બોળીને શુદ્ધ કરી લો. હવે તેને નવગ્રહ યંત્ર પર ચઢાવો. તેનાથી ગ્રહોની નકારાત્મક અસરથી બચશો.
10. હળદરની ગાંઠની માળાથી ગણેશ ભગવાનના મંત્રનો જાપ કરવાથી સંકટ ટળે છે. આ સાથે જ બુદ્ધિનો પણ વિકાસ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે