OMG! ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતા યુવતી મોબાઈલ ગળી ગઈ, પછી જે થયું...
અત્યાર સુધીમાં તમે સિક્કા, પિન વગેરે અજાણતા કે જાણતા ખાવાના કે ગળવાના કિસ્સા સાંભળ્યા હશે પરંતુ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતી ગુસ્સે ભરાઈ અને આખો મોબાઈલ ફોન ગળી લીધો.
Trending Photos
અત્યાર સુધીમાં તમે સિક્કા, પિન વગેરે અજાણતા કે જાણતા ખાવાના કે ગળવાના કિસ્સા સાંભળ્યા હશે પરંતુ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતી ગુસ્સે ભરાઈ અને આખો મોબાઈલ ફોન ગળી લીધો. યુવતીના પરિજનોને જ્યારે આ વાતની ખબર પડી તો તેઓ તત્કાળ તેને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા. અહીંથી તેને ગ્વાલિયર રેફર કરવામાં આવી. ગ્વાલિયર આવ્યા બાદ જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન કરીને પેટમાંથી મોબાઈલ બહાર કાઢ્યો.
જિલ્લા હોસ્પિટલ, ગ્વાલિયરના અધીક્ષક ડોક્ટર આર કે ધાકડે જણાવ્યું કે યુવતી દ્વારા મોબાઈલ ગળી જવાનો મામલો સામે આવ્યો હતો. મોબાઈલ ગળામાંથી ઉતરીને યુવતીના પેટમાં પહોંચી ગયો હતો જેના કારણે તે અસહ્ય પીડામાં હતી. જ્યારે યુવતીનું અલ્ટ્રાસાઉન્ડ સહિત અન્ય તપાસ કરવામાં આવી તો તેના પેટમાંથી મોબાઈલ ફોનની સ્થિતિ સ્પષ્ટ થઈ. ત્યારબાદ સર્જરી વિભાગના એચઓડી ડો. પ્રશાંત શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન કરીને યુવતીના પેટમાંથી સફળતાપૂર્વક મોબાઈલ ફોન કાઢવામાં આવ્યો. ત્યારે યુવતીને રાહત મળી.
ડોક્ટર ધાકડે જણાવ્યું કે આ પ્રકારનો આ પહેલો મામલો છે. જેમાં આટલી મોટી ચીજ ગળામાંથી થઈને પેટ સુધી પહોંચી ગઈ. હાલ તો સફળતાપૂર્વક ઓપરેશન કરીને યુવતીનો જીવ બચાવી લેવાયો છે.
યુવતી કેમ ગળી ગઈ મોબાઈલ
એવું કહેવાય છે કે ભિંડની આ યુવતીનો તેના ભાઈ સાથે મોબાઈલ ફોનને લઈને ઝઘડો થયો હતો. તેમાં યુવતીએ ગુસ્સે ભરાઈને મોબાઈલ ગળી લીધો હતો. ત્યારબાદ તેના પેટમાં અસહ્ય પીડા થઈ તો પરિજનો તેને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા. અહીં તેની ગંભીર સ્થિતિ જોતા તેને તત્કાળ ગ્વાલિયર રેફર કરાઈ. ગ્વાલિયર આવ્યા બાદ ડોક્ટરોની ટીમે યુવતીનું સમયસર ઓપરેશન કરીને મોબાઈલ ફોનને પેટમાંથી કાઢી લીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે