પંજાબઃ ગુરદાસપુરમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 15નાં મોત, 50થી વધુ ઘાયલ

પંજાબના ગુરદાસપુર ખાતે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે અહીં કામ કરતા અસંખ્ય કારીગરો અંદર ફસાઈ ગયા છે.
 

પંજાબઃ ગુરદાસપુરમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 15નાં મોત, 50થી વધુ ઘાયલ

ગુરદાસપુરઃ પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલા ખાતે ફટાકડાની એક ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટમાં 15 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, ફેક્ટરીની બહાર ઉભેલા વાહન પણ દૂર ફેંકાઈ ગયા હતા. અનેક વાહનોને નુકસાન થયું હતું. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધે તેવી સંભાવના છે. ઉચ્ચ પોલિસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

વિસ્ફોટના કારણે આજુબાજુની અનેક ઈમારતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ અંદર અનેક લોકો ફસાયેલા છે, જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. 

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર અહીં એક લગ્નપ્રસંગ માટે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા એ દરમિયાન વિસ્ફોટ થઈ ગયો હતો. 

ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે અને રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બિલ્ડિંગમાં ભયંકર ધૂમાડો ફેલાયેલો હોવાના કારણે હાલ રાહત-બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. 

— ANI (@ANI) September 4, 2019

વિસ્ફોટની અસર બિલ્ડિંગની બહાર રહેલા વાહનોને પણ થઈ છે અને અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. બપોરે લગભગ 4 કલાકના સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાનું મુળ કારણ હજુ જાણવા મળ્યું નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news