Gujarat Weather Forecast: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી, શું કહે છે અંબાલાલ એ પણ ખાસ જાણો

Gujarat Weather Forecast: દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ છેલ્લા 10 દિવસથી ધીમે ધીમે પસાર થઈ રહ્યું છે. દેશભરમાં 4 ઓગસ્ટ બાદથી વરસાદનું સ્તર સામાન્યથી સતત ઘટી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 35 ટકા વરસાદની કમી રહી છે. આવનારા દિવસોમાં ચોમાસું સક્રિય બને તેવી આશા છે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી, શું કહે છે અંબાલાલ એ પણ ખાસ જાણો

Gujarat Weather Forecast: દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ છેલ્લા 10 દિવસથી ધીમે ધીમે પસાર થઈ રહ્યું છે. દેશભરમાં 4 ઓગસ્ટ બાદથી વરસાદનું સ્તર સામાન્યથી સતત ઘટી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 35 ટકા વરસાદની કમી રહી છે. આવનારા દિવસોમાં ચોમાસું સક્રિય બને તેવી આશા છે. જો કે તેની અસર પણ સિમિત વિસ્તારોમાં જ જોવા મળશે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને બાંગ્લાદેશની ઉપર એક ચક્રવાતી દબાણ મજબૂત થવાની શક્યતા છે. તેના પ્રભાવથી 48 કલાકની અંદર દેશના પૂર્વ અને ઉત્તર પૂર્વ ભાગોમાં કઈક સારો વરસાદ થાય તેવી આશા કરવામાં આવી રહી છે. 

ગુજરાતમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આગામી 24 કલાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, તાપી, દમણમાં વરસાદ પડી શકે. અમદાવાદ, દાહોદ, મહીસાગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ જિલ્લામાં હાલ વરસાદની શક્યતા નહીંવત છે. 

મઘા નક્ષત્રમાં પડે વરસાદ!
ચોમાસામાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી કૃષિ પાક અને સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. મધા નક્ષત્ર અંગે કહેવત છે કે, જો વરસે મઘા તો થાય ધાન્યના ઢગલા. મઘા વરસાદથી ધરતી ધરાય જાય છે. એટલે મઘા નક્ષત્ર વરસે તો પાછળના ચાર નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે. 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસે છે અને વરસાદ થવાનું અનુમાન છે. જો મઘા વરસે તો પૂર્વા ફાલગુની, ઉતરા ફાલગુની, હસ્ત અને ચિત્રા નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે. ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે, નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. ઓગસ્ટ મહિના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. નર્મદાના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણી આવક વધશે.

અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.  

આ રાજ્યોમાં 18 ઓગસ્ટથી થઈ શકે વરસાદ
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ વચ્ચે ચોમાસું આશંકિ રીતે પુર્નજીવિત થવાની શક્યતા છે. આવું થાય તો પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. આ રાજ્યો બાદ ફરીથી પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દેશના બાકી ભાગોમાં લોકોએ ઉકળાટ ભરેલી ગરમીનો સામનો કરવો પડી શકે છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડ્યો. સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડાના કેટલાક ભાગોમાં, પૂર્વ રાજસ્થાન અને તેલંગણા, દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળો પર અને લક્ષદ્વિપમાં એક કે બે સ્થળો પર હળવો પરસાદ પડ્યો. ઉત્તર પૂર્વ ભારત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, અને કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં મધ્યમ સ્તરનો વરસાદ પડ્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news