દેશના 80 લાખ વેપારીઓને મોદી સરકારની ભેટ, મફતમાં ફાઈલ કરી શકશે GST રિટર્ન

જે વેપારીઓનો વાર્ષિક વેપાર 1.5 કરોડ કરતાં ઓછો છે તેઓ આ સોફ્ટવેરની મદદથી મફતમાં એકાઉન્ટિંગ અને બિલિંગનું કામ કરી શકશે 
 

દેશના 80 લાખ વેપારીઓને મોદી સરકારની ભેટ, મફતમાં ફાઈલ કરી શકશે GST રિટર્ન

નવી દિલ્હીઃ જીએસટીએન નેટવર્ક (GSTN Network) દ્વારા મંગળવારે એક મહત્વની જાહેરાત કરતા જણાવાયું છે કે, રૂ.1.50 કરોડ સુધીનો વાર્ષિક વેપાર ધરાવતા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSME)ને મફતમાં એકાઉન્ટિંગ તથા બિલિંગ અંગેનું સોફ્ટવેર આપવામાં આવશે. તેનાથી લગભગ 80 લાખ જેટલા નાના વેપારીઓને ફાયદો થશે. આ અગાઉ GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને તેમાં તેજી લાવવા માટે નાણા મંત્રાલય દ્વારા GST રિફંડની મંજૂરી અને પ્રોસેસિંગ બંને કામ એક જ નિગમ પાસે કરાવાનો નિર્ણય લેવાયો હતો. 

GSTN દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, આ સોફ્ટવેર કંપનીઓને બિલ અને જમા-ઉધારની વિગતો તૈયાર કરવામાં, ગોડાઉનમાં રહેલા માલ-સામાનની વિગતો તૈયાર રાખવામાં અને જીએસટી રિટર્ન તૈયાર કરવામાં મદદ મળશે. આ સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in માં આપવામાં આવેલા ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરીને મફતમાં મેળવી શકાશે. 

GSTN નેટવર્કના નિવેદનમાં જણાવાયું છે કે, "GSTN દ્વારા નાણાકિય વર્ષમાં રૂ.1.50 કરોડથી ઓછો વેપાર ધરાવતા MSMEને સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા માટે બિલ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર વિક્રેતાઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. તેના માટે કરદાતાઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં." 

GSTNના જણાવ્યા મુજબ દેશમાં લગભગ 80 લાખ MSME એવા છે, જેનો વાર્ષિક વેપાર રૂ.1.50 કરોડથી ઓછો છે. GSTNના મુખ્ય કાર્યકારી અધિકારી પ્રકાશ કુમારે જણાવ્યું કે, આ પહેલથી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ડિજિટલ પ્રણાલી તરફ આગળ વધશે અને ડિજિટલ ક્રાંતિ સાથે જોડાઈ જશે. તેમની કાર્યક્ષમતા વધશે અને નિયમોના પાલન કરવામાં તેમની મુશ્કેલીઓ ઓછી થશે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news