Farmers Protest: સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ, હવે આ દિવસે ફરી મીટિંગ

કૃષિ મંત્રીએ કહ્યુ કે, અમે ત્રણેય કાયદા પર તમારી સાથે વિગતવાર ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ સરકાર કોઈપણ સ્થિતિમાં કાયદા પરત લેવાની નથી.

 Farmers Protest: સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ, હવે આ દિવસે ફરી મીટિંગ

નવી દિલ્હીઃ કિસાન સંગઠન અને સરકાર વચ્ચે 10મા રાઉન્ડની વાતચીત સમાપ્ત થી ગઈ છે. સરકારે કિસાનોને પ્રસ્તાવ આપ્યો હતો કે એક ચોક્કસ સમય માટે કાયદા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે અને એક કમિટીની રચના કરવામાં આવે, જેમાં સરકાર અને કિસાન બન્ને હોય પરંતુ કિસાન આ પ્રસ્તાવ પર રાજી થયા નથી. તેવામાં આ બેઠકમાં પણ કોઈ પરિણામ આવી શક્યું નથી. હવે કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે ફરી 22 જાન્યુઆરીએ બેઠક થશે. 

સરકાર કાયદા પરત લેશે નહીં
કૃષિ મંત્રીએ કહ્યુ કે, અમે ત્રણેય કાયદા પર તમારી સાથે વિગતવાર ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ સરકાર કોઈપણ સ્થિતિમાં કાયદા પરત લેવાની નથી. કૃષિ મંત્રીએ કહ્યું કે, સરકાર અને કિસાન નેતાઓની એક કમિટી બનાવી દઈએ, જ્યાં સુધી વચ્ચેનો રસ્તો નહીં નિકળે ત્યાં સુધી કાયદો લાગૂ કરીશું નહીં. સરકાર આ એફિડેવિડ સુપ્રીમ કોર્ટમાં પણ આપવા તૈયાર છે. 

10મા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ
સરકાર અને કિસાનો વચ્ચે કૃષિ કાયદા પર ચર્ચા કરવા માટે આજે 10મી વખત બેઠક મળી હતી. સરકારે આજે કિસાનોને એક નવો પ્રસ્તાવ પણ આપ્યો હતો. પરંતુ કિસાનોની એકમાત્ર માંગ કૃષિ કાયદાને રદ્દ કરવાની છે. તો સરકાર આ માટે તૈયાર નથી. આમ 10મા તબક્કાની બેઠકમાં પણ કોઈ સારા સમાચાર મળી શક્યા નથી. 

કૃષિ મંત્રી બોલ્યા- કિસાન સંગઠન પર વિચાર કરે
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, આજે અમારો પ્રયાસ હતો કે કોઈ નિર્ણય થઈ જાય. કિસાન યુનિયન કાયદો પરત લેવા પર અડગ હતા અને સરકાર ખુલા મનથી કાયદાની જોગવાઈઓ અનુસાર વિચાર કરવા અને સંશોધન કરવા તૈયાર હતી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે થોડા સમય માટે કૃષિ સુધાર કાયદાને સ્થગિત કર્યા છે. સરકાર 1-1.5 વર્ષ સુધી પણ કાયદાને લાગૂ થતો રોકવા માટે તૈયાર છે. આ દરમિયાન કિસાન યુનિયન અને સરકાર વાત કરે અને સમાધાન કાઢે. 

કાલે કિસાન બેઠક કરશે
કિસાન સંગઠન અને સરકાર વચ્ચે બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સરકારે કિસાનોને પ્રસ્તાવ આપ્યો કે એક ચોક્કસ સમય માટે કાયદા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે અને કમિટીની રચના કરવામાં આવે, જેમાં સરકાર અને કિસાન બન્ને હોય. તો કિસાન કાલે બેઠક કરશે, ત્યારબાદ 22 જાન્યુઆરીએ થનારી ચર્ચામાં જવાબ આપશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news