કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર પર સરકારે કહ્યું- ‘અજીત ડોભાલના વિશે રાહુલ ગાંધી બોલ્યા ખોટુ’
અજીત ડોભાલે મૌલાના મસૂદ અઝહરની મુક્તિનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. અને તેમની તત્કાલીન રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર (એનએસએ) બ્રજેશ મિશ્રાની સાથે તીવ્ર ચર્ચા પણ થઇ હતી.
Trending Photos
નવિ દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ વિશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ પર સરકારી સુત્રોએ પલટવાર કરતા કહ્યું કે, ડિસેમ્બર 1999માં કાંધાર વિમાન હાઇજેક કાંડ બાદ આતંકવાદી મસૂદ અઝહરની મુક્તિનો નિર્ણય રાજકીય હતો. તે સમયે અજીત ડોભાલ ગુપ્ત બ્યુરો (આઇબી)ના એડિશનલ ડિરેક્ટર હતા અને તેમને અઝહરની મુક્તિના સમય પર હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.
સરકારી સૂત્રોએ એ પણ કહ્યું કે, અજીત ડોભાલે મૌલાના મસૂદ અઝહરની મુક્તિનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. અને તેમની તત્કાલીન રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર (એનએસએ) બ્રજેશ મિશ્રાની સાથે તીવ્ર ચર્ચા પણ થઇ હતી. ડોભાલે કહ્યું હતું કે આતંકવાદીની મુક્તિ થવી જોઇએ નહીં અને વિમાન અપહરણકર્તાઓના હાથમાંથી લોકોને છોડાવવા માટે 24 કલાક માગ્યા હતા. તેમણે કહ્યું પણ હતું કે જો કાર્યવાહીમાં 4-5 લોકોને જાનહાની થાય તો પણ બાકી બધાને બચાવીને લઇ આવીશું. અજીત ડોભાલ કાંધારમાં 26 ડિસેમ્બરથી હાજર હતા. મસૂદ અઝહર અને બાકી બે અન્ય આતંકિવાદીઓની મુક્તિ 31 ડિસેમ્બર 1999 એ થઇ હતી.
લાલકૃષ્ણ અડવાણીની બુક માઇ કંટ્રી, માઇ લાઇફના પેજ નંબર 622, 623 અને 624માં પણ સંપૂર્ણ ઘટનાક્રમ જણાવવામાં આવ્યો છે. સુત્રોના અનુસાર રાહુલ ગાંધીએ જે ટ્વિટ કર્યું તેમાં મસુદ અઝહર સાથે ડોભાલ ન હતા. ડોભાલ જે તાલિબાની કમાન્ડરો સાથે વાતચીત કરી રહ્યાં હતા, તેઓ સાથે તેમની તસવીર પણ છે. મસૂદ અઝહરની સાથે ડોભાલની તસવીર નથી. મસૂદ અઝહરને લઇને જસવંત સિંહ ગયા હતા. મસૂદ અઝહરની મુક્તિમાં અજિત ડોભાલનો કોઇ રોલ નથી.રાહુલ ગાંધીના આરોપ સંપૂર્ણ નિરાધાર છે. અજીત ડોભાલ, મસૂદ અઝહરને છોડવા ગયા ન હતા. તેઓ મસૂદની મુક્તિ ટીમમાં ન હતા પરંતુ વિમાન અપહરણ કર્તાઓની સાથે વાતચીત કરવનારી ટીમમાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે