પશ્ચિમ બંગાળઃ આગકાંડમાં 8 લોકોના મોતથી ભડક્યા રાજ્યાપલ, મમતા સરકાર પર કરી ટિપ્પણી
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ટીએમસીના એક નેતાની હત્યા બાદ હિંસા ભડકી ગઈ છે. આ હિંસામાં આઠ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે, જેના પર ગવર્નર જગદીપ ધનખડે સીએમ મમતા બેનર્જી પર તીખી ટિપ્પણી કરી છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ટીએમસીના એક નેતાની હત્યા બાદ હિંસામાં 8 લોકોને જીતવા સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટના પર રાજ્યપાલ જગદીપ ધનખડે અફસોસ વ્યક્ત કરતા મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યુ છે. તો કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.
રાજ્ય હિંસાની સંસ્કૃતિ અને જંગલરાજના હવાલે
રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વીટ કરી લખ્યુ- ભયાનક હિંસા અને આગકાંડની ઘટનાથી સંકેત મળે છે કે રાજ્ય હિંસાની સંસ્કૃતિ અને જંગલરાજના હવાલે છે. અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. આ વિશે મેં ચીફ સેક્રેટરી પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઘટનાથી મને ખુબ દુખ થયુ છે. મારી સંવેદનાઓ પીડિતોના પરિવારોની સાથે છે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મમતા સરકાર પર સાધ્યુ નિશાન
રાજ્યપાલના આ નિવેદનને મમતા બેનર્જી સરકાર પર સીધો હુમલો માનવામાં આવી રહ્યો છે. તો મમતા બેનર્જી સરકારે આ ઘટનાની તપાસ માટે એસઆઈટી બનાવી છે.
Horrifying violence and arson orgy #Rampurhat #Birbhum indicates state is in grip of violence culture and lawlessness. Already eight lives lost.
Have sought urgent update on the incident from Chief Secretary.
My thoughts are with the families of the bereaved. pic.twitter.com/vtI6tRJcBX
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) March 22, 2022
બીરભૂમ જિલ્લામાં થયેલા આગકાંડમાં 8 લોકોના મોત
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ટીએમસીના પંચાયત નેતા ભાદૂ શેખ પર 4 લોકોએ બોમ્બથી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તેમનું મોત થયુ હતું. ત્યારબાદ ટીએમસી નેતાના એક જૂથે તે વિસ્તારમાં હિંસાને અંજામ આપવાનું શરૂ કરી દીધું. તેમણે શંકાના આધાર પર અનેક ઘરોને આગના હવાલે કરી દીધા હતા, જેમાં એક ઘરમાં આઠ લોકોના જીવતા સળગી જવાથી મોત થયા છે.
આટલી મોટી ઘટના બાદ પણ ટીએમસી નેતાઓ તેને નજરઅંદાજ કરી રહ્યા છે. ટીએમસી નેતાઓનો દાવો છે કે આ ઘટના આગને કારણે નહીં પરંતુ શોર્ટ સર્કિટને કારણે થઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ પ્રમાણે એક ઘરમાં 7 લોકોના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહ એટલા સળગી ગયા હતા કે તેને ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે. તો કેન્દ્ર સરકારે પણ બંગાળમાં તપાસ કમિટી મોકલવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે