કાળા નાણાંને નાથવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, ટૂંક સમયમાં જ મળશે મંજુરી

આ યોજનામાં પાકા બિલ વગરના જેટલા સોના અંગે ખુલાસો કરશો તેના પર એક ચોક્કસ પ્રમાણમાં ટેક્સ ભરવાનો રહેશે. આ યોજના પુરી થઈ ગયા પછી નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સોનું મળી આવશે તો તેના પર મોટો દંડ ચૂકવવાનો રહેશે. 
 

કાળા નાણાંને નાથવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, ટૂંક સમયમાં જ મળશે મંજુરી

નવી દિલ્હીઃ કાળા નાણાને(Bkack Money) નાથવા માટે કેન્દ્ર સરકારે(Central Government) એક મોટું પગલું લઈ શકે છે. કાળા નાણાથી સોનું ખરીદનારા પર લગામ કસવા માટે સરકાર એક વિશેષ યોજના લાવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અુસાર આવક વેરાની એમનેસ્ટી સ્કીમની જેમ હવે સોના માટે પણ એમનેસ્ટી સ્કીમ સરકાર લાવી શકે છે. જેના અનુસાર ચોક્કસ કરેલી મર્યાદથી વધુનું સોનું પાકા બિલ વગર ખરીદવામાં આવે ત્યારે તેની માહિતી અને સોનાની કિંમત સરકારને જણાવાની રહેશે. એવું કહેવાય છે કે, આ યોજનાને ટૂંક સમયમાં જ કેબિનેટની મંજુરી મળી શકે છે. 

સૂત્રો અનુસાર નોટબંદી પછી મોદી સરકારનું આ બીજું મોટું પગલું હોઈ શકે છે. એમનેસ્ટી સ્કીમની જેમ સોના માટે પણ આ વિશેષ સ્કીમ આવી શકે છે. સરકાર સોનામાં કાળું નાણું રોકનારા પર ગાળિયો વધુ મજબૂત કરવા માગે છે. એમનેસ્ટી સ્કીમ અંતર્ગત સોનાની કિંમત નક્કી કરવા માટે વેલ્યુએશન સેન્ટર પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેશે. પાકા બિલ વગરના જેટલા સોના અંગે ખુલાસો કરશો તેના પર એક ચોક્કસ પ્રમાણમાં ટેક્સ ભરવાનો રહેશે. આ યોજના પુરી થઈ ગયા પછી નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સોનું મળી આવશે તો તેના પર મોટો દંડ ચૂકવવાનો રહેશે. 

મંદિર અને ટ્રસ્ટ પાસે રહેલા સોનાને પણ પ્રોડક્ટિવ ઈન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાની પણ એક વિશેષ જાહેરાત થઈ શકે છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ અને મહેસુલ વિભાગે સાથે મળીને આ યોજના તૈયાર કરી છે. નાણા મંત્રાલયે તેનો પ્રસ્તાવ કેબિનેટને મોકલ્યો છે. હેવ ટૂંક સમયમાં જ તેને કેબિનેટની મંજુરી મળી શકે છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news