'ગુલાબો સિતાબો'મા આવો છે આયુષ્માન ખુરાનાનો લુક, સાથે જોવા મળ્યા બિગ બી

નવી તસવીરમાં અમિતાભ અને આયુષ્માન રસ્તા પર ઉભા દેખાઈ રહ્યાં છે. બિગ બી લીલા કુર્તા અને સફેદ પાઇજામામાં ખુબ ફ્રસ્ટેટ જોવા મળી રહ્યાં છે. તેમણે સ્કાર્ફ અને કેપ પણ પહેરી છે. 

'ગુલાબો સિતાબો'મા આવો છે આયુષ્માન ખુરાનાનો લુક, સાથે જોવા મળ્યા બિગ બી

નવી દિલ્હીઃ 'ગુલાબો સિતાબો'ના મેકરે ફિલ્મ સાથે જોડાયેલી એક નવી તસવીર શેર કરી છે. તેમાં અભિનેતા આયુષ્માન ખુરાનાનો લુક સામે આવી ગયો છે. મહત્વનું છે કે, ડાયરેક્ટર શુજીત સરકારે આ ફિલ્મમાં આયુષ્માન પ્રથમવાર અમિતાભ વચ્ચનની સાથે જોવા મળશે. 

નવી તસવીરમાં અમિતાભ અને આયુષ્માન રસ્તા પર ઉભા દેખાઈ રહ્યાં છે. બિગ બી લીલા કુર્તા અને સફેદ પાઇજામામાં ખુબ ફ્રસ્ટેટ જોવા મળી રહ્યાં છે. તેમણે સ્કાર્ફ અને કેપ પણ પહેરી છે. 

તો આયુષ્માન બ્રાઉન શર્ટ અને સફેદ પજામામાં જોવા મળી રહ્યો છે. તેણે બ્લેક કલરની એક મોટી બેગ પણ સાથે રાખી છે. બંન્નેની પાછળ બે પોલીસ વાળા પણ જોવા મળી રહ્યાં છે, જે કોઈ વસ્તુની ચર્ચા કરી રહ્યાં છે. આ સિવાય ફોટોમાં એક પોલીસ વાન ઉભી છે. 

— taran adarsh (@taran_adarsh) October 30, 2019

મહત્વનું છે કે, 'ગુલાબો સિતાબો' આગામી વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. આયુષ્માને આ ફિલ્મ પહેલા શુજીત સરકારની સાથે 'વિકી ડોનર'માં કામ કર્યું હતું. તો અમિતાભે શુજીતની સાથે પીકૂ જેવી સફળ ફિલ્મ બનાવી હતી. 

શું છે ફિલ્મની સ્ટોરી?
અમિતાભ અને આયુષ્માન વચ્ચે આ ફિલ્મની સ્ટોરી ઉત્તર પ્રદેશના લખનઉમાં રહેનારા મકાન માલિક અને ભાડુઆતના સંબંધો વચ્ચે થતાના ઝગડા પર આધારિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news