મોદી સરકારની કિસાનેને ભેટ, ખરીફ પાક માટે MSPમાં 62 ટકાનો વધારો

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યાજોયેલી કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખરીફ પાક માટે એમએસપીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

મોદી સરકારની કિસાનેને ભેટ, ખરીફ પાક માટે MSPમાં 62 ટકાનો વધારો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાકની એમએસપી (ટેકાનો ભાવ) વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે વિવિધ ખરીફ પાકની એમએસપીમાં 50થી 62 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી છે.

કેબિનેટના નિર્ણય પ્રમાણે સીઝન 2021-22 માટે ખરીફ પાક માટે એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. પાછલા વર્ષની તુલનામાં એમએસપીમાં સૌથી વધુ સંપૂર્ણ વૃદ્ધિ ભલામણ તલ માટે 452 રૂપિયા પ્રતિ ક્લિન્ટલ કરવામાં આવી છે. આ સિવાય તુર અને અળદ માટે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની ભલામણ કરવામાં આવી છે. 
 

— ANI (@ANI) June 9, 2021

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કહ્યુ- રેલવેને 700 મેગાહર્ટઝ બેન્ડમાં 5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી રેલવે પોતાની સંચાર સિસ્ટમમાં સુધાર કરશે અને રેલ યાત્રાને સુરક્ષિત બનાવશે. રેલવે વર્તમાનમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરે છે. સ્પેક્ટ્રમની ઉપલબ્ધતાથી રેડિયો સંચાર થશે. સાથે તેમણે કહ્યુ કે, રેલવેમાં સિગ્નલ આધુનિકીકરણ અને 5જી સ્પેક્ટ્રમ લાગૂ કરવા પર આગામી 5 વર્ષમાં 25,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 

કેન્દ્રીય મંત્રીમંડળે રામાગુંડમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં સંશોધનની સાથે નવી રોકાણ નીતિ (એનઆઈપી) -2012 ના વિસ્તારને મંજૂરી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news