Corona Vaccine પર બે દિગ્ગજો વચ્ચે કોલ્ડવોર, સરકારે આ પ્રકારે લગાવી લગામ
Trending Photos
નવી દિલ્હી : દેશમાંકોવીશીલ્ડ (Covishield) અને કોવૈક્સીનની (Covaxine) વચ્ચે ચાલી રહેલી વેક્સિન વોર પર બે કંપનીઓ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી હતી. જેના કારણે બે કંપનીઓનાં સીઇઓ વચ્ચે સરકારે પેચઅપ કરાવી દીધું છે. સરકારે કહ્યું કે, બંન્ને વેક્સિન સુરક્ષીત છે અને સામાન્ય લોકો કોઇ પણ રસી મુકાવી શકે છે. કોરોના વેક્સિન (Corona Vaccine) બનાવનારી બંન્ને કંપનીઓ વચ્ચે થયેલી ટક્કરને જોતા કેન્દ્ર સરકાર સક્રિય થઇ અને તેણે બંન્ને સાથે વાતચીત કરીને મંગળવારે વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો.
સરકારે બંન્ને કંપનીઓનાં હસ્તાક્ષરવાળું જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરી દીધું. બંન્ને રસી સંપુર્ણ સુરક્ષીત છે. લોકોએ તે અંગે વિશ્વાસ વ્યક્ત કરી શકે છે. આ બંન્ને રસી લોકોને આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીરમ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના (Serum Institute of India) સીઇઓ અદાર પૂનાવાલાએ (Adar Poonawalla) રવિવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કોરોના વિરુદ્ધ ત્રણ રસી પ્રભાવી છે. ફાઇઝર, મોડર્ના અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા બાકીની તમામ પાણી જેવી સુરક્ષીત છે.
કૃષ્ણા ઇલ્લાએ પીસી કરીને ઝાટકણી કાઢી
જેના જવાબમાં ભારત બાયોટેક (Bharat Biotech) ના CMD કૃષ્ણા ઇલ્લાએ (Krishna Illa) પીસી કરીને અદાર પુનાવાલાની ઝાટકણી કાઢી હતી. કૃષ્ણા ઇલ્લાએ કહ્યું કે, કેટલીક કંપનીઓએ હમારી રસીને પાણી જેવી ગણાવી હતી. હું તેનો ઇન્કાર કરવા માંગુ છું. અમે વૈજ્ઞાનિક છીએ. અમારા ટ્રાયલ પર સવાલો ન ઉઠવા જોઇએ.
કોવૈક્સિનનાં ત્રીજા તબક્કાનાં ડેટાને મંજુરી વગર અપાયેલા નિર્ણય અંગે ICMR ના ડીજી ડૉ. બલરામ ભારગવે સ્થિતી સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે, ન્યૂ ડ્રગ એન્ડ ક્લીનિકલ ટ્રાયલ રૂલ માર્ચ 2019 હેઠળ જો બીજા તબક્કાનો ડેટા સુરક્ષીત મળી આવે તો તેના આધાર પર કોઇ વૈક્સિનને ઇમરજન્સી મંજુરી મળે શકે છે. બલરામ ભાર્ગવના અનુસાર કોવીશીલ્ડ થકી જાનવરોમાં ઇમ્યુનિટી પેદા થઇ. ટ્રાયલના પહેલા તબક્કામાં 1077 વોલેન્ટિયર્સને દવા આપવામાં આવી. જેમાં ઇમ્યુનિટી પેદા થઇ અને એન્ટીબોડીનું નિર્માણ થયું. બીજા તબક્કામાં 560 વોલેન્ટિયર્સને રસી અપાઇ. આ તબક્કામાં વૃદ્ધોને ઓછી સાઇડ ઇફેક્ટ થઇ અને આયુ વર્ગના લોકોમાં ઇમ્યુનિટી પેદા થઇ. આ રસીના ટ્રાયલમાં ઓછી સાઇડ ઇફેક્ટ તઇ અને આયુ વર્ગમાં લોકોમાં ઇમ્યુનિટી પેદા થઇ. આ વેક્સીનનાં ટ્રાયલના ત્રીજા તબક્કામાં 11636 વોલેન્ટિયર્સ પર કરવામાં આવ્યું. આ તમામ લોકો યુકે અને બ્રાઝીલના રહેવાસી હતા. 8 ડિસેમ્બર 2020ના રોજ પ્રકાશિત ડેટા અનુસાર કુલ અસર 70.4 ટકા હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે