NRC પર મોદી સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન, સંસદમાં લેખિતમાં આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે હજુ સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે NRC બનાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. દિલ્હીમાં વિપક્ષી દળોએ CAA અને NRCના વિરોધમાં બેઠક પણ યોજી હતી. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને બીએસપી ચીફ માયાવતી સામેલ થયા નહતાં. 

NRC પર મોદી સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન, સંસદમાં લેખિતમાં આપ્યો જવાબ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ ઇન્ડિયન સિટિઝન (NRC) પર દેશભરમાં વિપક્ષી દળો દ્વારા મચેલી બબાલ વચ્ચે આજે સરકારે સ્પષ્ટતા કરી છે કે NRCને લાગુ કરવા માટે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. અત્રે જણાવવાનું કે વિપક્ષી દળો NRCનો ખુબ વિરોધ કરી રહ્યાં છે. આ ઉપરાંત લોકસભામાં આજે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનને લઈને પણ ખુબ ઘમાસાણ થયું. 

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે હજુ સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે NRC બનાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. દિલ્હીમાં વિપક્ષી દળોએ CAA અને NRCના વિરોધમાં બેઠક પણ યોજી હતી. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને બીએસપી ચીફ માયાવતી સામેલ થયા નહતાં. 

રાષ્ટ્રપતિના અભિભાષણમાં પણ NRCનો ઉલ્લેખ નહતો
સરકારે આ મુદ્દે અનેકવાર નિવેદન આપીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની કોશિશ કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનોની સયુંક્ત બેઠકને સંબોધતા NRCનો કોઈ ઉલ્લેખ કર્યો નહતો. જો કે સાત મહિના પહેલા જ તેમણે એ જાહેરાત કરી હતી કે ડેટાબેસ માટે દરેક ભારતીય અંગે 'પ્રાથમિકતાના આધારે જાણકારી' ભેગી કરવામાં આવશે. નવી લોકસભા રચાયા બાદ 20 જૂન 2019ના રોજ કોવિંદે કહ્યું હતું કે ગેરકાયદે ઘૂસણખોરો ભારતની આંતરિક સુરક્ષા માટે મોટું જોખમ છે અને તેનાથી દેશના અનેક ભાગોમાં સામાજિક અસંતુલન વધવાની સાથે જ આજીવિકા સહિતના મુદ્દો પર ખુબ દબાણ છે. તેમણે કહ્યું હતું કે મારી સરકારે NRCને ઘૂસણખોરી પ્રભાવિત વિસ્તારોમાં પ્રાથમિકતાના આધારે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઘૂસણખોરી રોકવા માટે સરહદે સુરક્ષા વધુ ચુસ્ત કરાશે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ પણ સ્પષ્ટ કર્યું હતું સ્ટેન્ડ
દેશભરમાં NRC અને CAA સામે વિરોધ થઈ રહ્યો છે. સંસદે ડિસેમ્બર 2019માં નાગરિકતા કાયદાને મંજૂરી આપી હતી. પ્રદર્શનો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ડિસેમ્બર 2019ના રોજ NRC પર તમામ આશંકાઓને દૂર  કરવાના પ્રયત્નો હેઠળ કહ્યું હતું કે તેમની સરકારે 2014માં પહેલીવાર સત્તા પર આવ્યાં બાદ ક્યારેય આ મુદ્દે ચર્ચા કરી નથી. તેમણે કહ્યું હતું કે તેના પર ન તો સંસદમાં ચર્ચા થઈ કે ન તો મંત્રીમંડળમાં. મોદીએ કહ્યું કે હું 130 કરોડ દેશવાસીઓને જણાવવા માંગુ છું કે 2014માં પહેરીવાલ મારી સરકરાના સત્તા પર આવ્યાં બાદથી NRC પર ક્યારેય ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે તે ફક્ત આસામમાં જ હાથ ધરાયું. નાગરિકતા કાયદો કે NRCને ભારતના મુસલમાનો સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે ચિંતા કરવાની જરૂર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news