Fuel Tank: જો કાર કે બાઈકમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરાવતા હોવ તો સાવધાન....થશે આ નુકસાન!

ગ્રાહકોના મામલાઓના મંત્રાલયે હાલમાં જ ગાડીઓમાં ઈંધણ ભરવા મુદ્દે નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે. મંત્રાલયે વાહન ચાલકોને અપીલ કરી છે કે ક્યારેય પણ ફ્યૂલ ટેંક ફૂલ કરાવવી નહીં. આ સાથે જ મંત્રાલયે વાહન બનાવનારી કંપનીઓ પર ફ્યૂલ ટેંકની યોગ્ય ક્ષમતા કરતા ઓછી દેખાડવાનો પણ આરોપ લગાવ્યો છે. 

Fuel Tank: જો કાર કે બાઈકમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરાવતા હોવ તો સાવધાન....થશે આ નુકસાન!

ગ્રાહકોના મામલાઓના મંત્રાલયે હાલમાં જ ગાડીઓમાં ઈંધણ ભરવા મુદ્દે નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે. મંત્રાલયે વાહન ચાલકોને અપીલ કરી છે કે ક્યારેય પણ ફ્યૂલ ટેંક ફૂલ કરાવવી નહીં. આ સાથે જ મંત્રાલયે વાહન બનાવનારી કંપનીઓ પર ફ્યૂલ ટેંકની યોગ્ય ક્ષમતા કરતા ઓછી દેખાડવાનો પણ આરોપ લગાવ્યો છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ વાહનના મેન્યુઅલ બુકમાં અપાયેલી લિમિટ ફ્યૂલ ટેંકની અસલ ક્ષમતાથી 15-20 ટકા ઓછી જણાઈ છે. તેનાથી ફ્યૂલ ટેંક ફૂલ કરાવનારા લોકો સાથે દગો થાય છે કે ગાડી નિર્ધારિત લિમિટ કરતા વધુ ફ્યૂલ કેવી રીતે લઈ રહી છે. આવામાં લોકો પેટ્રોલ પંપ પર ગડબડી કરવાનો આરોપ લગાવવા લાગે છે. 

ફ્યૂલ ટેંક ફૂલ ન કરાવો
મંત્રાલયે ગાડીઓમાં ઈંધણ ભરાવવાને લઈને પણ નવા દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. જેમાં ઈંધણ ભરાવતી વખતે કેટલીક સાવધાનીઓ વર્તવાનું કહેવાયું છે. તેમાં કહેવાયું છે કે ગાડીઓમાં ફ્યૂલ ટેંકને ફૂલ કરાવવાથી જોખમી સાબિત થઈ શકે છે. ટેંક ફ્યૂલ થવાથી ઈંધણ લીક થઈ શકે છે અને આવામાં આગ લાગવાનું જોખમ વધી જાય છે. 

નિર્દેશમાં કહેવાયું છે કે પેટ્રોલથી નીકળથી વરાળને જગ્યા મળી શકે તે માટે ટેંકને ફૂલ કરાવવી જોઈએ નહીં. ટેંક ફૂલ થવાથી વધુ પ્રેશર બને છે જેના કારણે એન્જિનમાં જરૂરિયાત કરતા વધુ ઈંધણ જતું રહે છે અને તેનાથી વાહનના એન્જિન પરફોર્મન્સ પર અસર પડે છે. તેનાથી ઈંધણ યોગ્ય રીતે બળી શકતું નથી અને વધુ હાઈડ્રોકાર્બનનું ઉત્સર્જન પણ થાય છે. 

દિશા નિર્દેશમાં કહેવાયું છે કે જો ટેંક ફૂલ થશે તો વાહનના નમાવવા પર ઈંધણ બહાર આવી શકે છે. પેટ્રોલ અત્યંત જ્વલનશીલ પદાર્થ છે અને ટેંકમાંથી ઈંધણ બહાર નીકળવા પર તેમાં આગ પણ લાગી શકે છે. મંત્રાલયે વાહન કંપનીઓને પણ અપીલ કરી છે કે તેઓ ગ્રાહકોને ફ્યૂલ ટેંક ફૂલ ન કરાવવાના નિર્દેશ અનિવાર્ય રીતે આપે. 

લોકો બની રહ્યા છે દગાનો ભોગ
અત્રે જણાવવાનું કે એવા અનેક કેસ સામે આવ્યા છે કે જ્યાં લોકો  પેટ્રોલ પંપકર્મીઓ પાસેથી ગાડીઓમાં વધુ ફ્યૂલ ભરવા મુદ્દે ઝઘડતા જોવા મળ્યા. આવા મામલાઓમાં ગ્રાહકોએ ફ્યૂલ ટેંકમાં કંપનીની નિર્ધારિત મર્યાદા કરતા વધુ ઈંધણ ભરવાની ફરિયાદ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news