Sugar Exports: સરકારનો વધુ એક મોટો નિર્ણય, ખાદ્ય તેલ બાદ હવે આ વસ્તુ પણ લોકોને મળશે સસ્તી!

Sugar Exports: કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીએ સામાન્ય માણસોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. વધતા ભાવથી ઘરના બજેટ ખોરવાયા છે. સરકાર જો કે મોંઘવારીને કાબૂમાં કરવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કાબૂમાં કરવા માટે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, ત્યારબાદ ખાદ્ય તેલ અને ઘઉ પછી હવે ખાંડ ઉપર મોટો નિર્ણય લેવાયો છે.

Sugar Exports: સરકારનો વધુ એક મોટો નિર્ણય, ખાદ્ય તેલ બાદ હવે આ વસ્તુ પણ લોકોને મળશે સસ્તી!

Sugar Exports: કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીએ સામાન્ય માણસોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. વધતા ભાવથી ઘરના બજેટ ખોરવાયા છે. સરકાર જો કે મોંઘવારીને કાબૂમાં કરવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કાબૂમાં કરવા માટે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, ત્યારબાદ ખાદ્ય તેલ અને ઘઉ પછી હવે ખાંડ ઉપર મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે પહેલા ઘઉની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો અને હવે પહેલી જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ ચાલુ વર્ષે 31 ઓક્ટોબર સુધી રહેશે. 

નોટિફિકેશનમાં પ્રતિબંધના કારણનો ઉલ્લેખ કરતા ડીજીએફટી સંતોષ કુમાર સારંગી તરફથી જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ બજારમાં ભાવ સ્થિર રહે અને ખાંડ સરળતાથી લોકોને ઉપલબ્ધ થઈ શકે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. નોટિફિકેશન મુજબ દરેક પ્રકારની ખાંડ જેમાં કાચી, રિફાઈન, અને સફેદનો સમાવેશ થાય છે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો છે. જો કે અહીં સીએક્સએલ અને ટીઆરક્યૂ કોટા હેઠળ યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાજ્ય અમેરિકાને અપવાદ રખાયા છે. જેમાં મર્યાદિત કોટામાં ખાંડ નિકાસ કરાય છે. ગ્રાહક મામલાના મંત્રાલય તરફથી આ અંગે જાણકારી અપાઈ છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ સરકાર તરફથી સનફ્લાવર ઓઈલ અને સોયાબીન ઓઈલની આયાત પર કસ્ટમ ડ્યૂટી હટાવી લેવાઈ. જેની સીધી અસર તેલના ભાવ પર જોવા મળશે. નોંધનીય છે કે બ્રાઝીલ બાદ ભારત દુનિયામાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. આ અગાઉ સૂત્રો દ્વારા એવા સમાચાર આવ્યા હતા કે સરકાર ખાંડનો જથ્થો ઘરેલુ સ્તરે સુનિશ્ચિત  કરવા તથા ભાવને કાબૂમાં રાખવા છ વર્ષમાં પહેલીવાર ખાંડની નિકાસને એક કરોડ ટન સુધી સિમિત કરી શકે છે. જો કે સાંજ પડતા નિકાસ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવાઈ. ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા અને કેટલાક આફ્રિકી દેશો ભારત પાસેથી મોટા પાયે ખાંડ ખરીદે છે. 

જુઓ LIVE TV

આ વર્ષે ભારતે પુષ્કળ પ્રમાણમાં ખાંડની નિકાસ કરી છે. ગત વર્ષે 60 લાખ મેટ્રિક ટન સુધીનો નિકાસ લક્ષ્યાંક હતો. પરંતુ અસલમાં 70 LMT ખાંડની નિકાસ કરી. એટલે કે લક્ષ્યાંક કરતા વધુ ખાંડ નિકાસ કરી. આ વર્ષે અત્યાર સુધીમાં 82 LMT ખાંડ નિકાસ માટે મિલોમાંથી રવાના થઈ જેમાંથી 78 LMT નિકાસ કરી દેવાઈ. અત્રે જણાવવાનું કે આ વર્ષે ખાંડની નિકાસ વધુ થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news